બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Uttarakhand ASP got transferred after his video of salami CM Dhami while on call

ઉત્તરાખંડ / મુખ્યમંત્રીને સલામી ભરતી વખતે ફોન પર વાત કરવી પોલીસ ઓફિસરને પડી ભારે, પછી જે બન્યું પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

Vaidehi

Last Updated: 07:56 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 ઑગસ્ટનાં CM ધામી હેલિકોપ્ટર મારફતે કોટદ્વાર પહોંચ્યા. ત્યારે એક પોલીસ અધિકારી ફોન પર વાત કરી રહ્યાં હતાં. પ્રોટોકોલ તોડ્યો હોવાને લીધે તાત્કાલિક ટ્રાંસફર નોટિસ ફટકારી દેવામાં આવી.

  • CM ધામીનાં સ્વાગત દરમિયાન બની ઘટના
  • પોલિસ અધિકારી ફોન પર કરી રહ્યાં હતાં વાત
  • પ્રોટોકોલ તોડ્યો હોવાને લીધે થઈ ગઈ ટ્રાંસફર

ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની કોટદ્વાર યાત્રા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. CM ધામીનાં આગમન દરમિયાન પોલીસ ઓફિસર ફોન પર વાત કરી રહ્યાં હતાં. પ્રોટોકોલ તોડ્યો હોવાને લીધે મુખ્યમંત્રી કાર્યાલયે ઓફિસરની સામે એક્શન લીધો અને બેદરકારી દાખવવાનાં મામલામાં પોલીસ અધિકારીને ટિહરીનાં નરેન્દ્રનગર સ્થિત પોલીસ ટ્રેનિંગ સેંટર ટ્રાંસફર કરી દેવામાં આવ્યું.

શું છે મામલો?
14 ઑગસ્ટનાં મુખ્યમંત્રી ધામી કોટદ્વાર પહોંચ્યા તે સમયે એક પોલીસ અધિકારી ફોન પર વાત કરી રહ્યાં હતાં. તેમના દ્વારા ફોન પર વાત એવા સમયે કરવામાં આવી રહી હતી જ્યારે મુખ્યમંત્રી ધામી હેલિકોપ્ટરમાંથી ઊતરીને તેમની નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. પ્રોટોકોલ અનુસાર મુખ્યમંત્રીની સાથે અધિકારીએ રહેવાનું હતું પરંતુ તે દરમિયાન ઓફિસર સતત ફોન પર વાત કરી રહ્યાં હતાં. 

અધિકારીની સામે એક્શન લેવામાં આવ્યો
મુખ્યમંત્રી કાર્યાલયે પોલીસ મુખ્યાલયમાં આ વિષયે ફરિયાદ કરી. જે બાદ અધિકારીની સામે એક્શન લેવામાં આવ્યો. પોડીનાં પોલીસ અધિકારીનું ટ્રાંસફર નરેન્દ્રનગર પીટીસીમાં કરવામાં આવ્યું. સુયાલનાં ટિહરી ગઢવાલનાં નરેન્દ્રનગરમાં પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ટ્રાંસફરનો આદેશ 17 ઑગસ્ટનાં આપવામાં આવ્યો.

'અધિકારી મહત્વપૂર્ણ કોલ કરી રહ્યાં હતાં'
પોલીસ મુખ્યાલયનાં ASPને કોટદ્વારનાં નવા ASP તરીકે નિમવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહવિભાગ તરફથી મળેલા ટ્રાંસફર આદેશમાં કોઈપણ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુયાલનાં એક પોલીસ અધિકારીએ નામ ન જણાવવાની શરતે માહિતી આપી કે શોર્ટ નોટિસમાં તેમને CM ધામીનાં આગમનની માહિતી આપવામાં આવી હતી તેથી અમે હેલીપેડ પર તેમને લેવા ગયાં હતાં. અમારે ભીડ વ્યવસ્થાપન જેવી કેટલીક વ્યવસ્થાઓ કરવાની હતી જેના લીધે અધિકારી મહત્વપૂર્ણ કોલ કરી રહ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ