બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / upi down all over india users of paytm phone pay gpay bhim

UPI Down / ખિસ્સામાં રૂપિયા રાખીને નિકળજો! ઓનલાઈન પેમેન્ટના તમામ સર્વર ડાઉન, NPCIએ જણાવ્યો ઈસ્યુ

Arohi

Last Updated: 11:03 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI Down All Over India: UPIથી પેમેન્ટ કરવા પર લોકોને મુશ્કેલીઓ આવી રહી છે. આ મુશ્કેલીઓ દરેક પેમેન્ટ એપ પર જોવા મળી રહી છે પરંતુ UPIએ જણાવ્યું કે તેની સિસ્ટમ એકદમ ઠીક કામ કરી રહી છે.

  • UPIના સિસ્ટમમાં સમસ્યા? 
  • ઓનલાઈન પેમેન્ટના તમામ સર્વર ડાઉન
  • NPCIએ જણાવ્યો ઈસ્યુ

દેશભરમાં ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે પેમેન્ટ એપ્સથી UPI દ્વારા ચુકવણી કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ સમસ્યા મંગળવારે સાંજે શરૂ થઈ છે. Gpay, Paytm, Phone Pay, Bhim UPI સહિત વિવિધ પેમેન્ટ એપ્સ તેના માટે પ્રભાવિત થયા છે. જોકે આ મુશ્કેલી દરેક યુઝરને નથી થઈ રહી. આ સંબંધમાં UPIએ નિવેદન જાહેર કર્યું છે કે તેમની સિસ્ટમ ઠીક કામ કરી રહી છે. આ સમસ્યા અમુક બેંકોની તરફથી આવી રહી છે. 

NPCIએ એક્સ પર આ સંબંધમાં એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં કંપનીએ લખ્યું છે, "UPI કનેક્ટિવિટીમાં આવી રહેલી મુશ્કેલીઓ માટે દુખ છે. અમુક બેંકોમાં ઈન્ટરનલ ટેક્નિકલ ઈશ્યુ આવી રહ્યા છે. NPCIના સિસ્ટમ બિલકુલ સારી રીતે કામ કરી રહ્યા છે. અમે આ બેંકોની સાથે મળીને સમસ્યા પર કામ કરી રહ્યા છીએ."

વધુ વાંચો: ગૂગલે પ્લે સ્ટોરમાં ફરી કાતર ફેરવી, 2200થી વધુ એપ્સ કરી દીધી ડિલીટ, કારણ એક

આ બેંકોની સાથે થઈ રહી છે મુશ્કેલી 
HDFC બેંક, BOB, SBI, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિંદ્રા બેંક અને અમુક અન્ય બેંકોની સાથે આ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. જોકે ICICI બેંકના યુઝર્સ માટે Gpay સારી રીતે કામ કરી રહ્યું છે પરંતુ Paytmથી પેમેન્ટ નથી કરી શકતા. આ સમસ્યાનું મુખ્ય કારણ શું છે તેના વિશે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ