બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Up uncle was seen having relationship with several boys and then killed

ઉત્તર પ્રદેશ / મોબાઈલ પોર્ન વીડિયો જોવાથી બહેકી છોકરી, અનેક છોકરા સાથે ખેતરમાં સંબંધ, કાકાને મારી નાખ્યાં

Priyakant

Last Updated: 02:28 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raebareli Crime Latest News: ખેતરમાં મળી કાકાની લાશ, ભત્રીજીને હતો પોર્ન જોવાનો શોખ, એક સાથે 2 લોકો સાથે શારીરિક સંબંધ બાંધતા કાકા જોઈ ગયા અને પછી....

Raebareli Crime News : ઉત્તર પ્રદેશના રાયબરેલીમાંથી એક સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેતરમાં એક વ્યક્તિની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી પરંતુ કોઈ પુરાવા શોધી શકી ન હતી. જોકે જ્યારે પોલીસે બાતમીદારની એક નાની માહિતી પર કામ કરવાનું શરૂ કર્યું તો એવી સ્ટોરી બહાર આવી કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો.

ખેતરમાંથી મળી લાશ અને પછી શરૂ થઈ તપાસ 
રાયબરેલીના શિવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખેતરમાંથી મિકેનિક સહજરામનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશ જોઈને હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોઈ કડી મળી ન હતી પરંતુ બાતમીદારે માહિતી આપી હતી કે, મૃતકની ભત્રીજીને કેટલાક લોકો સાથે પ્રેમ સંબંધ હતો. પોલીસે હવે મૃતકની ભત્રીજીને નિશાન બનાવી તેના પ્રેમીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઘણા પ્રેમીઓની પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે, તેઓના યુવતી સાથે અફેર હતા પરંતુ તેઓ હત્યામાં તેમની સંડોવણીનો ઇનકાર કરતા રહ્યા. જોકે પોલીસે જ્યારે CDR ચેક કર્યું તો જાણવા મળ્યું કે હત્યાની રાત્રે યુવતીએ બે છોકરાઓને બોલાવ્યા હતા.

આ તરફ પોલીસે બંનેની કડક પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. યુવતીના ફોન પર સંજીવ કુમાર અને હર્ષિત નામના બે યુવકો તેને ખેતરમાં મળવા ગયા હતા. ત્રણેય સેક્સ કરી રહ્યા હતા પરંતુ થોડી હિલચાલ જોઈને છોકરીના કાકા ટોર્ચ લઈને પહોંચ્યા. કાકાને ત્યાં જોઈને ત્રણેય ગભરાઈ ગયા અને ત્યાં જ તેમની હત્યા કરી નાખી.

વધુ વાંચો: '2014માં EDએ 1800 કેસ કર્યાં, ભાજપ સરકારમાં 4700', ભ્રષ્ટાચાર પર PM મોદીની ઝીરો ટોલેરન્સ નીતિ

યુવતી પોર્ન ફિલ્મો જોતી હોવાનો ઘટસ્ફોટ
વિગતો મુજબ યુવતી મોબાઈલ પર અશ્લીલ ફિલ્મો જોતી હતી અને અહીંથી તેને બે છોકરાઓ સાથે સેક્સ માણવાનો વિચાર આવ્યો હતો. એટલું જ નહીં એવું કહેવામાં આવ્યું હતું કે તે છોકરી સાથે ઘણા ફોન કોલ્સ કરતી હતી અને કેટલાક છોકરાઓ સાથે અફેર પણ હતી. જોકે તે 12 માર્ચની રાત્રે પકડાઈ હતી અને એક મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન ખબર પડી કે, યુવતીના માત્ર ગામના છોકરાઓ સાથે જ નહીં પરંતુ દૂર દૂરના લોકો સાથે પણ અફેર હતા. 12 માર્ચે તેણે બે છોકરાઓને સરસવના ખેતરમાં મળવા બોલાવ્યા હતા પરંતુ થોડી હિલચાલ જોઈને છોકરીના કાકા પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ