બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / UP man eating animal food and says bhainsasur inside me on nagpanchami festival

વાયરલ / 'ભેંસાસુર' બનીને ઢોરની જેમ તપેલામાં ખાય છે ભૂંસુ, Video જોઈને લોકો વિચારમાં પડી ગયા

MayurN

Last Updated: 08:16 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાગપંચમીના દિવસે એક સામાન્ય વ્યક્તિ 'ભૈંસાસુર' બની જાય છે. તે પ્રાણીના તપેલામાં ભરેલું ભૂસું ખાવાનું શરૂ કરે છે. નાગ પંચમી પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો

  • UPના એક ગામડામાં વ્યક્તિ પર ભૈંસાસુર સવાર 
  • આ વ્યક્તિનો ઘાસ ખાતો વિડીયો થયો વાયરલ
  • નાગપંચમીના દિવસે દર્શન કરવા ભીડ જામી 

નાગપંચમીના દિવસે એક સામાન્ય વ્યક્તિ 'ભૈંસાસુર' બની જાય છે. તે પ્રાણીના તપેલામાં ભરેલું ભૂસું ખાવાનું શરૂ કરે છે. નાગ પંચમી પર આ વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો, જેને જોઇને સૌ કોઇ દંગ રહી ગયા હતા. આ વિડીયો ઉત્તર પ્રદેશના મહરાજગંજના કોલ્હુઇના વિસ્તારનો છે. કોલ્હુઇના રૂદ્રપુર શિવનાથ ગામનો રહેવાસી બુધિરામ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનો ચારો ખાય છે. બુધિરામ રોડવેઝનો નિવૃત્ત કર્મચારી છે. નાગપંચમીના દિવસે તેને જોવા માટે લોકોની ભીડ જામી હતી. નાગપંચમીના તહેવારના દર ત્રીજા વર્ષે ગામમાં માતાના મંદિરમાં સ્થાપિત ભૈંસાસુરની પ્રતિમા સામે પ્રાણીઓના ભૂસાને પ્રાણીઓની જેમ જ તેમણે ઘણાં વર્ષોથી આ રીતે ઘાસચારો ખાય છે.

 

દર ત્રણ વર્ષે ભૈંસાસુરની સવારી આવે છે
જણાવવામાં આવી રહ્યું છે કે નાગ પંચમીના અવસર પર બુધિરામ મનુષ્યથી પશુ બની જાય છે. નાગપંચમીના દિવસે તે ઘરની બહાર બનેલા સમાયા માતાના મંદિરમાં બિરાજમાન થાય છે. આ સમય દરમિયાન લોકો ફૂલો અને માળાથી સ્વાગત કરે છે. આ પછી તે ભૂસું ખાવાનું શરૂ કરે છે. તેની શ્રદ્ધા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. બુધિરામનો દાવો છે કે છેલ્લા 40-45 વર્ષથી તેના પર ભૈંસાસુરની સવારી આવે છે. નાગ પંચમી પર થોડા સમય માટે આવું થાય છે અને પછી પૂજા-પાઠ બાદ તે સામાન્ય થઇ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ