બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / UNGA: While replying to pakistan India said Jammu and Kashmir are an integral part of India.

પ્રત્યુત્તર / 'PoK તુરંત ખાલી કરો', આતંકવાદ મુદ્દે ભારતે ફરી પાકિસ્તાનની કાઢી ઝાટકણી, UNમાં કાશ્મીર રાગ આલાપવો ભારે પડ્યો

Vaidehi

Last Updated: 10:23 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UNમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને લલકાર્યું છે. કહ્યું, ' આતંકની ફેક્ટ્રી બંધ કરો અને PoK તાત્કાલિક ખાલી કરો.'

  • UNમાં ભારતે પાકિસ્તાનને લગાવી ફટકાર
  • કહ્યું આતંકની ફેક્ટ્રી તાત્કાલિક બંધ કરો
  • 'જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે'

સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરીને કાશ્મીરનો રાગ આલાપતાં પાકિસ્તાનને આજે ભારતે ફરી લલકાર્યું છે. પાકિસ્તાનનાં કાર્યવાહક પ્રધાનમંત્રી અનવારુલ હક કાકરે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 78માં સત્રને સંબોધિત કરતાં UN પાસે કાશ્મીર પ્રસ્તાવ પાસ કરવા અને મિલિટ્રી હસ્તક્ષેપ કરવાની માંગ કરી. જેના પર ભારતે પલટવાર કર્યો હતો.

'આતંકની ફેક્ટ્રી બંધ કરો'
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને પડકારતાં કહ્યું કે,' કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો હક નથી.' રાઈટ ટૂ રિપ્લાયનાં અધિકારનો ઉપયોગ કરતાં પેટલ ગહલોતે કહ્યું કે,' પાકિસ્તાન જ્યારે બીજાનાં આંતરિક મામલાઓમાં દખલ કરી રહ્યું છે તો તેને પોતાના દેશમાં માનવાધિકારોનાં ગંભીર ઉલ્લંઘનો પર પહેલાં નજર ફેરવી જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.'

'પાકિસ્તાન આતંકવાદીઓ માટે સેફ હેવન'
પાકિસ્તાનને વળતો જવાબ આપતાં પેટલ ગહલોતે કહ્યું કે,' તમારે મુંબઈ હુમલાનાં આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ જેના પીડિતો 15 વર્ષ બાદ પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠોનું ગઢ છે. પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સેફ હેવન બનાવવામાં આવ્યું છે.'

પાક.નો માનવાધિકાર ઉલ્લંઘનનો રેકોર્ડ સૌથી ખરાબ
પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો રેકોર્ડ દુનિયામાં સૌથી ખરાબ હોવાનો દાવો કરતાં પેટલે કહ્યું કે,' દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર પર આંગળી ઊઠાવવાનો અધિકાર કોઈને નથી. UN ફોરમનો દુરુપયોગ કરવાની આદત પાકિસ્તાનને પડી ગઈ છે. તે વારંવાર વૈશ્વિક મંચનો ખોટો ઉપયોગ કરે છે. તે વારંવાર ભારત વિરોધી પાયાવિહોણા આરોપ માત્ર એટલા માટે જ લગાડે છે જેથી પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોનાં ઉલ્લંઘન પર દુનિયાની નજર ન જાય. આ મામલામાં પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો ખરાબ છે. ખાસ કરીને મહિલાઓ અને અલ્પસંખ્યકો પર અત્યાચારનાં અનેક મામલાઓ સામે છે. પાકિસ્તાને સૌથી પહેલાં પોતાની આંતરિક સ્થિતિને સુધારવું જોઈએ.'

ઈસાઈ અને અહમદિયા પર થયેલ હુમલાનો મુદો
પાકિસ્તાનનાં જરાંવાલામાં ઑગસ્ટમાં ઈસાઈઓ વિરોધી થયેલ હિંસાનો મુદો ઊઠાવતાં પેટલે કહ્યું કે હિંસામાં કુલ 19 ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો અને 89 ઈસાઈ ઘરોમાં આગ લગાડી દેવામાં આવી. આવો જ અપરાધ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયનાં લોકો પર પણ થતો હોય છે જેમના ઈબાદતગાહને પાકિસ્તાનમાં તોડી દેવામાં આવે છે.

Pok ખાલી કરો- પેટલ
પેટલે કહ્યું કે પાકિસ્તાને તાત્કાલિક સીમાપાર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ પર રોક લગાડવી જોઈએ. આતંકી સંગઠનો બંધ કરવા જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરનાં જે વિસ્તારો પર પાકિસ્તાને ગેરકાનૂની રીતે કબ્જો કરેલો છે તેને તાત્કાલિક ખાલી કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ