બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Understand Past Present Future of Aditya L1 Mission in 10 Points

Aditya L1 Mission / આદિત્ય L1 કેટલા સમય સુધી લેંગ્રરેજ પોઈન્ટ પર રહેશે? સૂર્ય મિશનના ભૂત-વર્તમાન-ભવિષ્યને 10 પોઈન્ટમાં સમજો

Kishor

Last Updated: 07:29 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના પ્રથમ મિશન આદિત્ય એલ 1 મિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂર્ય નજીક પહોંચવાની શક્તિ દેખાડવા ISRO સજ્જ બન્યું છે.

  • આદિત્ય એલ 1 મિશન લોન્ચિંગની રળિયામણી ઘડી નજીક
  • આદિત્ય મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે : ઈસરો
  • સૂર્ય નજીક પહોંચવાની શક્તિ દેખાડવા ISRO સજ્જ બન્યું

ચંદ્રયાન 3 ને લઈને ઈસરોને મળેલી સિદ્ધિ વિશ્વના ખૂણે ખૂણે ગાજી રહી છે. આવી સ્થિતિ વચ્ચે ઇસરોએ સૂર્યયાનની જાહેરાત કરી હતી. જેમાં દેશના વૈજ્ઞાનિકોના અથાગ શ્રમ યજ્ઞને લઈને આજે લોન્ચિંગની રળિયામણી ઘડી આવી ગઈ છે. દેશના પ્રથમ મિશન આદિત્ય એલ 1 મિશન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂર્ય નજીક પહોંચવાની શક્તિ દેખાડવા ISRO સજ્જ બન્યું છે. સૌર મિશન આદિત્ય L1ના લોન્ચિંગ માટે 11.50 વાગ્યે PSLV XL રોકેટ દ્વારા શ્રી હરિકોટા ખાતેથી લોન્ચ કરવામાં આવશે. 

આ આદિત્ય મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે
જેને લઈને ગઈકાલે ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે સુલુરુપેટામાં શ્રી ચેંગલમ્મા પરમેશ્વરી મંદિરે પૂજા કરી હતી. ઈસરોના વડાના જણાવ્યા અનુસાર આ આદિત્ય મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેમણે કહ્યું કે સન ઓબ્ઝર્વેટરી મિશન પછી, અવકાશ એજન્સી આગામી દિવસોમાં LV-D3 અને PSLV સહિત અન્ય ઘણા ઉપગ્રહો લોન્ચ કરશે. 

  • આદિત્ય-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે અને સૂર્યની ભ્રમણકક્ષાના દૂરસ્થ અવલોકન તથા સૂર્ય- પૃથ્વી  લેગ્રેંજિયન બિંદુ પર સૌર હવાની સ્થિતિના અભ્યાસ અંગે રચાયું છે.
  • આદિત્ય-એલ1 લોન્ચિંગ બાદ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર સૂર્ય તરફ જય લેગ્રેન્જ પોઈન્ટ પર લેન્ડ થશે. જ્યા 5 સાલ સુધી સ્થિતિનું અવલોકન કર્યા બાદ અભ્યાસના તારણો પૃથ્વી પર મોકલશે.
  • આદિત્ય એલ-1 મિશનની સફળતા ભારતને ભૌતિક અને સોલર ફિઝિક્સના ક્ષેત્રમા આગળ લઇ જશે. તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે.
  • પૃથ્વી પરના હિમયુગના ઇતિહાસ પાછળની હકીકત શુ છે તે અંગે પણ આદિત્ય એલ-1 સર્વે કરશે. આ મિશન સૌર ગતિવિધિઓને સમજવામાં મદદ કરશે.હિમયુગની ભવિષ્યની સ્થિતિ પણ જાણવામાં મદદ થશે.
  • 11 વર્ષમાં સૂર્યમાં કેટલાક ફેરફારો થયા અને આ ફેરફારો ચક્ર તરીકે ઓળખાતા તેની ચુંબકીય પ્રવૃત્તિઓમાં પણ થાય છે કે કેમ? તે તમામ માહિતી મળશે.
  • આ મિશનની મદદથી આપણે તે શોધી શકીશું. કોરોનલ માસ ઇજેક્શન (CME) ક્યારે થઈ રહ્યું છે.
  • આદિત્ય એલ1ની મદદથી સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રવાહ અને તેના પરિણામો અંગે જાણી શકાશે. તથા આ મિશનની મદદથી ઈસરોના વૈજ્ઞાનિકો સૌપ્રથમવાર સૂર્યના ચુંબકીય ક્ષેત્રના હાલના સાધનો વિશે જાણી શકશે. 
  • આદિત્ય-એલ1 PSLV-C57 રોકેટ દ્વારા લોન્ચ થશે. જેનો ઉદ્દેશ્ય 'L1'ની ચારેકોર ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તેમાં સૂર્યના ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને આઉટમોસ્ટ લેયર-પેરિફેરીને અલગ-અલગ વેવ બેન્ડમાં જોવા માટે સાત સાધનો લગાવાયેલ હશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ