સચિન તેંડુલકરે વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતીય મહિલા ટીમનુ કર્યુ સન્માન
ભારત-ન્યુઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ શરૂ થતા પહેલા કર્યુ સન્માન
આ સિદ્ધીથી મહિલા ખેલાડીઓ પ્રોત્સાહિત થશે: સચિન તેંડુલકર
સચિન તેંડુલકરે ભારતીય મહિલા ટીમનુ કર્યુ સન્માન
ભારતીય ટીમે 2007માં સાઉથ આફ્રિકામાં રમાયેલ ટી20 વર્લ્ડ કપની પહેલી એડિશનને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. બરોબર આ રીતે 16 વર્ષ બાદ સાઉથ આફ્રિકાની આ જમીન પર મહિલા અંડર-19 વર્લ્ડ કપની પહેલી એડિશન રમાઈ. આ ગ્લોબલ ટુર્નામેન્ટને ભારતીય ટીમે શેફાલી વર્માની કેપ્ટનશિપમાં જીતીને એક વખત ફરીથી ઈતિહાસ રચી દીધો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શેફાલી વર્માની સિંહણોનુ ભારત-ન્યુઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ શરૂ થતા પહેલા સન્માન કર્યુ.
વિશ્વના મહાન બેટર મનાતા સચિન તેંડુલકરે અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનુ સન્માન કરતા કહ્યું કે આ સિદ્ધીથી ઘણી મહિલા ખેલાડીઓ રમતને અપનાવવા અને સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહિત થશે. તેંડુલકરે આ સન્માન સમારોહમાં કહ્યું, હું તમને શાનદાર સિદ્ધી પર શુભેચ્છા આપવા માંગુ છુ. આખો દેશ આગામી વર્ષોમાં આ જીતની ઉજવણી કરશે.
"The entire nation will celebrate and cherish your victory"
Master Blaster @sachin_rt delivers a speech at the Narendra Modi Stadium, Ahmedabad as the BCCI felicitates the victorious U19 Women's Team at the #U19T20WorldCup
સચિન તેંડુલકરે કહ્યું, મારા ક્રિકેટ સપનાની શરૂઆત ભારતીય ટીમના 1983માં વિશ્વ કપ વિજેતા બનવાથી શરૂ થઇ હતી. તમે પણ ઘણા નવા સપનાને જન્મ આપ્યો છે. આ સારી સિદ્ધી છે. તેમણે કહ્યું, આ વિશ્વ કપને જીતીને તમે ભારતની યુવા ખેલાડીઓને દેશનુ પ્રતિનિધિત્વ કરવાનુ સપનુ આપ્યું છે.