બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Umesh Pal Murder: Asad's Colt 1911 Pistol was found by UP police

હત્યાકાંડ / અતીકે અસદ-સાથીઓને આ ખતરનાક હથિયાર આપીને ઉમેશ પાલને મારવા મોકલ્યાતા, US આર્મી પણ વાપરે છે

Vaidehi

Last Updated: 04:44 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

COLT 1911: અસદે પિસ્તોલનો એક વીડિયો બનાવીને સ્નેપચેટ પર શેર કર્યો હતો. પોલીસને જે COLT 1911 પિસ્તોલ અને મેગેઝીન મળી આવી છે તે આ વીડિયોમાં દેખાતી પિસ્તોલ સાથે મેચ થાય છે.

  • પોલીસને મળી આવી અસદની COLT પિસ્તોલ
  • અસદે આ પિસ્તોલનો વીડિયો કર્યો હતો શેર
  • શંકા છે કે આ પિસ્તોલથી ઉમેશપાલનું કરવામાં આવ્યું હતું મર્ડર

ઉમેશપાલ હત્યાકાંડને લઈને પોલીસ તપાસમાં અનેક નવાં ખુલાસાઓ આવી રહ્યાં છે. પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓએ જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તેના પર અમેરિકન આર્મી લખેલું છે. Colt 1911ની પિસ્તોલથી જ આરોપીઓએ ઉમેશ પર ફાયરિંગ કરી હતી. આ હુમલામાં ઉમેશપાલની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ હતી.

અસદે પિસ્તોલનો વીડિયો સ્નેપચેટ પર કર્યો હતો શેર
પોલીસને ખબર પડી કે બેરેટા પિસ્તોલ અતીકે પોતાના દીકરા અસદને આપી હતી જે હજુ પણ મિસિંગ છે. આ સિવાય 10 લાખ રૂપિયાની કિંમત ધરાવતી COLT PISTAL પણ આપી હતી. અસદે આ તમામ પિસ્તોલનો એક વીડિયો બનાવ્યો હતો જેને તેણે પોતાના સ્નેપચેટ પર પોસ્ટ કર્યો હતો. માહિતી અનુસાર પોલીસને જે COLT પિસ્તોલ અને મેગેઝીન મળી આવી છે તે સંભવત: એ જ COLT પિસ્તોલ  અને મેગેઝીન છે જે વીડિયોમાં દેખાઈ રહી છે.

વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકી સેના ઉપયોગ કરતી COLT
COLT PISTALનાં ઈતિહાસની જો આપણે વાત કરીએ તો US આર્મીએ તેના ઓરિજનલ મોડલને વર્ષ 1911માં એડોપ્ટ કર્યું હતું. પછી તેમાં અનેક સુધારા થયા બાદ વર્ષ 1940માં ઓટોમેટિક પિસ્તોલની જેમ અમેરિકન સેના તેનો ઉપયોગ કરવા લાગી હતી. એટલું જ નહીં અમેરિકન સેનાએ COLTનો ઉપયોગ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે આ પિસ્તોલને વર્ષ 1890ની આસપાસ બનાવવામાં આવ્યું હતું ત્યારે તે સેમી ઓટોમેટિક એટલે કે સેલ્ફ લોડિંગની જેમ હતી.

આ રીતે ઉમેશપાલની થઈ હત્યા
ઉમેશપાલ બસપા નેતા રાજૂપાલની હત્યાનાં મુખ્ય સાક્ષી હતાં. રાજૂપાલ મર્ડરનો આરોપ અતીક અહમદ અને તેના જૂથ પર લાગ્યો હતો. અતીક ઈચ્છતો હતો કે કોઈપણ રીતે ઉમેશપાલ કોર્ટમાં નિવેદન ન આપે. તે માટે અતીકે ઉમેશપાલનું કિડનેપિંગ કરાવ્યું અને તેના પણ ઘણાં અત્યાચાર કર્યાં. પરંતુ ઉમેશપાલ પોતાનાં ઈરાદા પર અડગ રહ્યો. ઉમેશપાલે પોતાના કિડનેપિંગ કેસમાં પણ અતીક, અશરફ અને અન્યોને આરોપી ઠેરવ્યું હતું. કોર્ટની સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી અને નિર્ણય આવવાનો બાકી હતો એ વચ્ચે ઉમેશની હત્યા કરી દેવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ