બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / UK Paedophile Paid Rs 65 Lakhs to Indian Teens to Record Sexual Abuse, Police Recover 1,20,000 Images

અનાથાશ્રમમાં સેક્સ કૌભાંડ / લાખો ભારતીય છોકરાઓની અશ્લિલ તસવીરો-વીડિયો મળતાં હડકંપ, વર્લ્ડનું મોટું પોર્ન રેકેટ, ટિચર ઝડપાયો

Hiralal

Last Updated: 06:33 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનમાં પોલીસે લાખો ભારતીય બાળકોનું યૌન શોષણ કરનાર ટીચર મેથ્યૂની ધરપકડ કરી છે.

  • લાખો ભારતીય બાળકોનું યૌન શોષણ કરનાર ટીચર મેથ્યૂની લંડનમાં ધરપકડ
  • પોલીસે તેના કમ્પ્યુટરમાંથી લાખો ભારતીય બાળકોની અશ્લિલ તસવીર અને વીડિયો કબજે લીધા
  • 2007 થી 2014ના સમયગાળામાં ભારતીય અનાથાશ્રમમાં કર્યું બાળકોનું યૌન શોષણ 

દુનિયાનું સૌથી મોટું સેક્સ કૌભાંડ સામે આવ્યું છે જેમાં એક વિદેશી ટિચરે અનાથાલય ચલાવવાને નામે લાખો ભારતીય બાળકોનું યૌન શૌષણ કરીને તેમની તસવીરો ઝડપી અને પોતાની જાતિય ઈચ્છાઓ સંતોષી હતી. લંડન પોલીસે હવે તેની ધરપકડ કરતા અને તેના કમ્પ્યુટરની તલાશી લેતા આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી.  મૂળ બ્રિટનનો મૈથ્યુ નામનો ટીચર 2007થી 2014 સુધી  એમ 7 વર્ષ ભારતમાં રહયો હતો અને તે દરમિયાન તેણે અનાથાલયમાં મોટું પોર્ન રેકેટ ચલાવ્યું હતું. સાત વર્ષ ગંદો ધંધો કરીને તે લંડન ચાલ્યો ગયો હતો અને ત્યાં પણ આવું જ ચાલું રાખ્યું હતું પરંતુ આખરે પકડાઈ ગયો. 

શું હતી ઘટના 
2007ની સાલમાં બ્રિટનથી ભારત આવેલા મેથ્યૂએ અહીં એક અનાથાશ્રમમાં કામ શરુ કર્યું હતું અહીંથી તેણે બાળકોના યૌન શોષણનું કામ શરુ કર્યું હતું અને તેમની નગ્ન તસવીરો લેતો અને આ રીતે પોતાની જાતિય ઈચ્છાઓ સંતોષતો હતો.  વર્ષો સુધી તે પોર્નોગ્રાફી રેકેટ ચલાવતો હતો. તે લોકોને કહેતો હતો કે તેનું કામ માનવતા માટે છે, પરંતુ તેના ચહેરા પાછળ એક અલગ ચહેરો હતો. ભારત છોડ્યા બાદ તેઓ નેપાળ ચાલ્યો ગયો હતો.  જ્યાં સુધી તે ભારતમાં હતો, ત્યાં સુધી તેણે ઘણા બાળકોનું જાતીય શોષણ કર્યું હતું.

તે ડાર્ક વેબ દ્વારા બાળકોની અશ્લીલ તસવીરો એકત્રિત કરતો હતો 
વિદેશી શિક્ષક ભારતીય વિદ્યાર્થીઓનું યૌન શોષણ કરતો હતો તે થોડો સમય નેપાળમાં રહ્યો, પરંતુ ત્યારબાદ 2022માં તે પાછો લંડન જતો રહ્યો. એ પછી તેણે લંડનની એક પ્રાથમિક શાળામાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેના ઘેરા સાહસો ત્યાં જ ચાલુ રહ્યા. તેણે ડાર્ક વેબ દ્વારા બાળકોનું જાતીય શોષણ કરવાનું શરૂ કર્યું. તેણે ભારતમાં કિશોરવયના છોકરાઓને તેના રેકેટનો એક ભાગ બનાવ્યો. આ છોકરાઓનું કામ બાળકોની અશ્લીલ તસવીરો મોકલવાનું હતું અને આ કામ ડાર્ક વેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ડાર્ક વેબ એટલે એવી સાઈટ્સ જેનો ઉપયોગ પોર્નોગ્રાફી, ડ્રગ ટ્રાફિકિંગ અને અન્ય બ્લેક વર્ક માટે કરવામાં આવે છે. ભારતમાં બેથી ત્રણ છોકરાઓ આ રેકેટના સહયોગી હતા અને તેઓ બદલામાં પૈસા મોકલતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ફોટોગ્રાફ્સના બદલામાં આ બંને કિશોર છોકરાઓને આશરે 65 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.

મૈથ્યૂ પાસેથી 1.20 લાખ ભારતીય બાળકોની તસવીરો-વીડિયો મળ્યાં 
લંડનમાં દરોડા વખતે પોલીસને તેના કોમ્પ્યુટર અને લેપટોપની તલાશી લીધી હતી જેમાં 1.20 લાખ ભારતીય બાળકોની અશ્લિલ તસવીરો અને વીડિયો મળી આવ્યાં હતા. ધરપકડ સમયે મેથ્યુ ભારતમાં એક છોકરા સાથે પણ ચેટિંગ કરતો હતો. તે છોકરાને એક બાળકની અશ્લીલ તસવીર માંગી રહ્યો હતો અને બદલામાં પૈસા આપવાની વાત કરી રહ્યો હતો. તેના કમ્પ્યુટરમાં ડાર્ક વેબસાઇટ્સ ખુલ્લી હતી.

ભારતના બે છોકરાને સોંપ્યું ગંદુ કામ
આરોપી મેથ્યૂએ ભારતના બે છોકરાને એક ખાસ કામ સોંપ્યું હતું. તે આ બે છોકરાને શીખવાડતો કે કેવી રીતે બાળકોને ફસાવવા અને તેમની નગ્ન તસવીરો ઝડપવી અને પછી પોતાને મોકલી આપવાનું કહેતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ