બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UAN-Aadhaar linking deadline extended till this date for these establishments

નિર્ણય / PF ખાતાધારકોને મોટી રાહત, હવે આ તારીખ સુધી UAN સાથે આધાર લિંક કરી શકાશે, સરકારે વધારી મુદત

Hiralal

Last Updated: 04:15 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO એ તેના ખાતાધારકોને એક મોટી રાહત આપતા UAN સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2021 કરી નાખી છે.

  • EPFO એ તેના ખાતાધારકોને આપી મોટી રાહત 
  • UAN સાથે આધાર લિંક કરવાની તારીખ લંબાવી
  • હવે ખાતાધારકો 31 ડિસેમ્બર 2021 સુધી UAN આધાર લિંક કરાવી શકશે 

હવે કેટલાક ખાસ ક્ષેત્રોના કર્મચારીઓ તેમના પીએફ ખાતાના UAN ને 31 ડિસેમ્બર 2021 સુધી આધાર નંબર સાથે લિંક કરાવી શકે છે બાકીના કર્મચારીઓ માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી જ છે.

ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ મેમ્બર્સ માટે તેમના ઈપીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક કરાવવું અનિવાર્ય છે.ઈપીએફઓએ એક ટ્વિટ કરીને તારીખ લંબાવવાની માહિતી આપી હતી. જોકે આ છૂટ ફક્ત નોર્થ ઈસ્ટ વિસ્તારો અને કેટલાક ખાસ પ્રકારની સંસ્થાઓ માટે અપાઈ છે. બાકીના વિસ્તારોના કર્મચારીઓ માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે. 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)માં નોંધણી થતાં જ કર્મચારી સંસ્થાનો સભ્ય બને છે અને તેને 12 આંકડાનો યુએએન (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) પણ જારી કરવામાં આવે છે. આ નંબર ઇપીએફઓ સુવિધાઓનો ઓનલાઇન ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

UAN અને આધાર લિંક ન હોય તો શું થાય 

જો તમે હવે તમારા ઇપીએફ એકાઉન્ટને આધાર સાથે લિંક નહીં કરો તો કંપની તરફથી પીએફફાળો અટકાવી શકાય છે. તમને ઇપીએફ ખાતામાં જમા પૈસા ઉપાડવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ