બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Two twin brothers of Class 10 from Surat got the same result

GSEB SSC Result 2023 / અનોખો સંયોગ: સુરતના બે જુડવા ભાઈઓ જોડે બેસી ડાઉટ સોલ્વ કરતાં, આજે બંનેનું પરિણામ પણ સરખું આવ્યું

Priyakant

Last Updated: 10:56 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSEB SSC Result 2023 News: સુરતનાં બે જુડવા ભાઈઓએ ધોરણ-10ની પરીક્ષા આપ્યા બાદ આજે પરિણામ જાહેર થતાં બંનેનું રિઝલ્ટ એક સરખું જ આવ્યું

  • સુરતમાં જુડવા ભાઈઓનું પરિણામ એક સરખું આવ્યું
  • સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે વિદ્યાર્થીઓ
  • એક સરખુ આવતા પરિવાર સાથે શાળામાં ખુશીનો માહોલ
  • પિતા ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે ઉદ્યોગ સાથે જોડાયેલા 
  • સફળિયા રુદ્ર અને રુત્વને 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 માર્કસ 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 10નું પરિણામ આજે એટલે કે  25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થયું છે. આ તરફ સુરતમાં જુડવા ભાઈઓનું પરિણામ એક સરખું આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતનાં બે જુડવા ભાઈઓએ ધોરણ-10ની પરીક્ષા આપ્યા બાદ આજે પરિણામ જાહેર થયા બંનેનું રિઝલ્ટ એક સરખું જ આવ્યું છે. 

ડાયમંડ સિટી સુરતમાં ધોરણ-10ની પરીક્ષામાં જુડવા ભાઈઓનું પરિણામ એક સરખું આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બે જુડવા ભાઈ સફળિયા રુદ્ર અને સફળિયા રુત્વએ ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ-10ની પરીક્ષા આપી હતું. આ તરફ જોડે અભ્યાસ કરવા સાથે એકબીજાના ડાઉટ સોલ્વ કરતાં હોય આજે બંનેનું પરિણામ એક સરખું જ આવ્યું છે. 

બંને જુડવા ભાઈઓનું એક સરખું પરિણામ 
સુરતમાં ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયેલા પિતાનાં બંને જુડવા પુત્રનું ધોરણ-10 નું રિઝટ એકસરખું જ આવ્યું છે. વિગતો મુજબ સફળિયા રુદ્રએ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 મેળવ્યા છે. આ સાથે સફળિયા રુત્વએ પણ 95.50 ટકા સાથે 600 માર્કસમાંથી 570 માર્કસ મેળવ્યા છે. આ તરફ એક સરખુ આવતા પરિવાર સાથે શાળામાં ખુશીનો માહોલ છે. 
 
ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. ખાસ જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ