બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Two players including Gujarati star cricketer out before Asia Cup

સ્પોર્ટ્સ / Asia Cup પહેલા ગુજરાતી સ્ટાર ક્રિકેટર સહિત બે ખેલાડીઓ બહાર, ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો

Priyakant

Last Updated: 11:40 AM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિરાટ કોહલી પણ ટીમનો એક ભાગ છે.

  • Asia Cup પહેલા ગુજરાતી સ્ટાર ક્રિકેટર સહિત બે ખેલાડીઓ બહાર
  • જસપ્રીત બુમરાહ-હર્ષલ પટેલ ઈજાગ્રસ્ત હોવાથી એશિયા કપમાં નહીં રમી શકે
  • શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા: BCCI

ભારત દ્વારા એશિયા કપ 2022 માટે ટીમની જાહેરાત કરી દેવાઈ છે. જોકે તેમાં ટીમના અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનો સમાવેશ નથી કરવામાં આવ્યો. વાત જાણે એમ છે કે, આ બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી એશિયા કપમાં રમી શકશે નહીં. જેને એશિયા કપ પહેલા જ ભારતને મોટો આંચકો કહી શકાય છે. નોંધનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં વિરાટ કોહલી પણ ટીમનો એક ભાગ છે.  

શું કહ્યું BCCIએ ? 

BCCIએ જણાવ્યું હતું કે, ફાસ્ટ બોલર બુમરાહ અને હર્ષલ ઈજાગ્રસ્ત છે. આ કારણથી તેને એશિયા કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટીમની જાહેરાત કરવાની સાથે જ BCCIએ ટ્વિટર પર આ જાણકારી આપી. બોર્ડે લખ્યું, “જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. હાલમાં તે બેંગ્લોરમાં એનસીએમાં પુનર્વસન હેઠળ છે. ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.

27 ઓગસ્ટથી શરૂ થશે એશિયા કપ 2022

ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટથી પાકિસ્તાન સામે રમશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે યોજાશે.

એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (ડબ્લ્યુકે), દિનેશ કાર્તિક (ડબ્લ્યુકે), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ