બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Two Men Drill Holes in Liquor Store Wall and Booze, Caught Red-handed by Cops in TN

અજીબ ઘટના / VIDEO : દિવાલમાં બાકોરું પાડીને દારુની દુકાનમાં ઘુસ્યાં ચોર, ચોરી મૂકીને પીવા લાગ્યા, પોલીસે આવી રીતે ઝડપ્યા

Hiralal

Last Updated: 06:39 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના તિરુવલ્લરમાં દારુની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા બે ચોર ચિક્કાર દારુ પીઈને સુઈ ગયા હતા અને તેઓ ઝડપાઈ ગયા હતા.

  • તમિલનાડુના તિરુવલ્લરમાં ચોરીનો અનોખો કિસ્સો
  • બે ચોર દારુની દુકાનમાં ઘુસ્યા ચોરી કરવા 
  • ચોરી કરતા પહેલા પીધો ચિક્કાર દારુ
  • નશો ચડતાં દુકાનમાં જ સુઈ ગયા, પોલીસે પકડી લીધા

તમિલનાડુના તિરુવલ્લુરમાંથી ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે શખ્સો ચોરીના ઈરાદે દારૂની દુકાનના બાકોરું પાડીને ઘુસ્યાં હતા તેઓ દારુની બોટલની ચોરી કરવા આવ્યાં હતા પરંતુ ચોરી કરતા પહેલા થયું કે થોડો નશો કરી લેવો જોઈએ અને મફતો માલ સમજીને ભાન ન રહે એટલો દારુ પી લીધો પરંતુ ખરી સમસ્યા પછી શરુ થઈ. ચિક્કાર દારુ પીવાને કારણે તેમને ભાન ન રહી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યાં હતા. 

પેટ્રોલિંગ પોલીસને શંકા પડતા ચોર ઝડપાયા 
પેટ્રોલિંગમાં ફરતી પોલીસની ટીમને વાઈન શોપમાં શંકાસ્પદ ગતિવિધિઓ નજરે પડતાં તેઓએ જઈને તપાસ કરી હતી, જેના કારણે બંને ચોર ઝડપાઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે ચોરોને દિવાલના છિદ્રમાંથી બહાર આવતા જોઈ શકો છો.

શું છે આખી ઘટના 
અહેવાલો અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે તિરુવલ્લુર જિલ્લામાં બની હતી. કાવરપેટ્ટાઈ પોલીસ સ્ટેશનની પોલીસની એક ટીમ તિરુવલ્લુર નજીકના થંડાલાચેરી ગામમાં રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે જ તેણે દારૂની દુકાનમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ, પછી તેનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેને દારૂની દુકાનની એક દીવાલમાં મોટું બાકોરું પાડેલું જોવામાં આવ્યું હતું. જેમાં સતીષ અને મુનિયાદી નામના બે શખ્સો અંદર બેસીને દારૂ પી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. દારુ પીધા બાદ તેઓ બેભાન બન્યાં હોવાનું પણ કહેવાય છે.જેઓ પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે બંને વિરૂદ્ધ ચોરીના અનેક કેસ પેન્ડિંગ છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

વીડિયો થયો વાયરલ 
આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર ઘણા યુઝર્સે આ ક્લિપ પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે તેને ખૂબ જ રમુજી ઘટના ગણાવી તો કેટલાકે કહ્યું કે પોલીસે દુકાનનું શટર ખોલીને ચોરોને કેમ દૂર ન કર્યા? કેટલાક યુઝર્સે મજાકમાં લખ્યું કે પોલીસે તેમને પીવાની છૂટ આપવી જોઈતી હતી. અને હા, એક યુઝરે લખ્યું કે તે ફિલ્મ માટે ફની સીન હોઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ