બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Two drunkards chewed off puppy's ears and tail while drinking alcohol

ક્રૂરતા / SHOCKING : દારુ પીતી વખતે બાઈટિંગ પતી જતા ગલુડિયાંના કાન અને પૂંછડી ચાવી ગયા બે દારુડિયા

Hiralal

Last Updated: 05:12 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બરેલીમાં બે દારુડિયાએ નશામાં ગલુડિયાની જે હાલત કરી તે જાણીને કંપી ઉઠશો.

  • યુપીના બરેલીની ઘટના
  • બે દારુડિયાએ ગલુડિયા પર આચરી હેવાનિયત
  • દારુના નશામાં કાન અને પૂંછડી ચાવી ગયા
  • દારુ પીતી વખતે બાઈટિંગ ખૂટી પડતાં કર્યું આવું 

દારુના નશામાં માણસ ભાન ભૂલી જતો હોય છે અને સારા-નરસા ઓળખવાની શક્તિ પણ ગુમાવી દેતો હોય છે. યુપીના બરેલીમાં બે દારુડિયાએ નાનકડાં ગલુડિયા પર જે કેર વરતાવ્યો તે જાણીને ફફડી ઉઠાય તેવું છે. 

દારુના નશામાં કરડી ખાધા કાન અને પૂંછડી 

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં બે દારૂડિયાઓએ એવું કામ કર્યું જેના કારણે માનવતા શર્મસાર થઈ ગઈ છે. બરેલીના ફરીદપુર નઈ બસ્તી કોલોનીમાં રહેતા બે છોકરાઓએ દારુ પીવાનો પ્લાન બનાવ્યો હતો અને તેઓ ગામ બહાર જઈને દારુ પીવા બેઠા હતા. બે દારૂડિયા દારૂ પી રહ્યા હતા, જ્યારે બાઈટિંગ ખતમ થઈ ગઈ ત્યારે નશો પૂરેપૂરો ચડી ગયો હતો અને સાનભાન રહ્યું નહોતું આ દરમિયાન પેટમાં તો લાય ઉપડી જ હતી અને આથી બન્ને દારુડિયા બાજુમાં રમી રહેલા એક ગલુડિયાને પકડી લીધું હતું અને તેના કાન અને પૂંછડી ચાવી ખાધી હતી ગલુડિયું ભારે વેદનાથી ચીસાચીસ કરી ઉઠ્યું હતું. મૂગા અને માસૂમ પર આવો અત્યાચાર બાદ લોકો ખળભળી ઉઠ્યાં છે અને ગૌરક્ષા દળના સભ્યોએ દારૂડિયાઓ સામે કેસ કર્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ઘટના બાદ બન્ને આરોપીઓ ફરાર 
પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરી શકી નથી. બંને આરોપીઓ ફરાર છે. આવી ઘટના આ પહેલા ભાગ્યે જ બની છે. આ ઘટના વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે.

આરોપીઓને બે વર્ષની સજા થઈ શકે
પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા એ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 હેઠળનો ગુનો છે જેને માટે ભારતીય દંડ સંહિતાની કલમ 428 હેઠળ બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ