બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharma suicied case accused sheezan khan sister falaq naaz post on instagram

આક્રોશ / શીજાન ખાનની બહેનને આવ્યો ગુસ્સો, લખી લાંબી પોસ્ટ ' કદાચ આને જ ઘોર કળીયુગ...'

Premal

Last Updated: 08:22 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુનિષા શર્મા સુસાઈડ કેસમાં મુખ્ય આરોપી શીજાન ખાનને કોર્ટે બે અઠવાડિયા માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

  • આરોપી શીજાન ખાનની બહેન ફલક નાજને આવ્યો ગુસ્સો
  • ઈન્સ્ટાગ્રામમાં લખી લાંબી પોસ્ટ
  • લખ્યું, 'અમારા મૌનને અમારી નબળાઈ સમજી લેવામાં આવી છે'

શીજાનની બહેન ફલક નાજ બની રણચંડી

તુનિષા શર્મા સુસાઈડ કેસમાં મુખ્ય આરોપી શીજાન ખાનને કોર્ટે બે અઠવાડિયા માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમ્યાન શીજાનની બહેન ફલક નાજે સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે અમારા મૌનને અમારી નબળાઈ સમજી લેવામાં આવી છે. કદાચ તેને ઘોર કળીયુગ કહેવામાં આવે છે. 

'અમારા મૌનને અમારી નબળાઈ સમજી લેવાઈ છે?'

ફલક નાજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, આ જોઈને દિલ તુટી જાય છે કે કેવીરીતે તમારા મૌનને તમારી નબળાઈ સમજી લેવામાં આવે છે. તેથી કદાચ તેને ઘોર કળીયુગ કહે છે. ક્યા ગયુ અમુક મીડિયા પોર્ટલ્સનુ રિસર્ચ? જનતાનુ કોમન સેન્સ કયા છે? શીજાનને નીચા બતાવનારા બધા લોકો પોતાની જાતને પૂછે કે શું તમે સ્થિતિના આધારે વાત કરી રહ્યાં છો અથવા તમે ધર્મ માટે નફરતના કારણે વાત કરી રહ્યાં છો? કે પછી તમે પહેલાની ઘટનાઓથી પ્રભાવિત થઇને વાત કરી રહ્યાં છો? 

'જાગી જાઓ તમે લોકો. મીડિયાના એક વર્ગનુ જર્નાલિજ્મ કરવાનુ સ્તર એટલું નીચે ઉતરી ગયુ છે કે આ માત્ર ટીઆરપીના આધારે કામ કરે છે અને તમે તેના ગ્રાહક છો. તથ્ય વગર સમાચાર ચલાવવા માટે પત્રકાર પણ એટલા જ જવાબદાર છે. મૂર્ખ ના બનશો.' 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Falaq Naazz (@falaqnaazz)

શીજાનને બદનામ કરી રહ્યાં છે લોકો 

ફલક નાજે વધુમાં લખ્યું, 'અમે પણ નોટીસ કરીએ છીએ. અમે જનતાની સાથે-સાથે મીડિયા પોર્ટલ્સ માટે પણ ખૂબ આભારી છીએ, જે ખોટા માધ્યમથી બધી બાબતોને જોવે છે. અમને તમારા જેવા વધુ લોકોની જરૂર છે, પરંતુ આ જોવુ વધુ પરેશાન કરનારું છે કે આવા લોકો સતત શીજાનને બદનામ કરી રહ્યાં છે. આ મામલે કહાનીઓને નવો ઓપ આપીને ધર્મ સુધી સાંકળી લેવામાં આવ્યો છે. આ સ્થિતિએ હકીકતમાં એવો ખુલાસો કર્યો છે કે કેટલાંક લોકો કોઈને બદનામ કરવા કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી શકે છે. ભગવાન તુનિષાને આશીર્વાદ આપે અને આશા છે કે તે હવે સારી જગ્યાએ છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ