બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Transport Minister Harsh Sanghvi's order to RTO

નિર્ણય / RTOની મુલાકાતના 24 જ કલાકમાં હર્ષ સંઘવીનો મોટો આદેશ, હવે ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન નહીં કરાય આ કામ

Dinesh

Last Updated: 10:21 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને યુવતીઓનો નંબર રજિસ્ટરમાં ન નોંધવા આદેશ કર્યો છે

  • વાહન વ્યવહાર મંત્રીનો RTOને આદેશ
  • યુવતીઓના નંબર ન નોંધવા આદેશ
  • સલામતીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો


વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ RTOને લઈ મહત્વનો આદેશ ફરમાવ્યો છે. તેમણે આદેશ કર્યો છે કે, યુવતીઓના નંબર રજિસ્ટર પર નોંધવા નહીં.  આપને જણાવી દઈએ કે, ડ્રાઈવિંગ ટેસ્ટ સમયે ટ્રેક પર નંબર લખવામાં આવે છે. 

વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આદેશ
યુવતીઓનો નંબર રજિસ્ટરમાં ન નોંધવા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યો છે. યુવતીઓની સલામતીને ધ્યાનમાં રાખી આદેશ કર્યો છે તેમજ ગઈકાલે વાહન વ્યવહાર મંત્રીએ સુરત RTOની  મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ અધિકારીઓ સાથે તેમજ RTO કચેરીએ આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી હતી. 

સુરતના પાલ RTOની ઓચિંતી લીધી હતી
મંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. ગઈકાલે સવારે તેઓ સુરતના પાલ RTOની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે RTO કચેરીમાં થતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ હર્ષ સંઘવીએ RTO કચેરી ખાતે પહોંચ્યા હોવાની જાણ થતાં જ સરકારી બાબુઓ કચેરી ખાતે દોડી આવ્યા હતા.  પાલ આરટીઓ ખાતે પહોચીને હર્ષ સંઘવીએ અલગ અલગ વિભાગમાં વિઝીટ કરીને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. તો RTO કચેરી ખાતે  લાયસન્સ, નંબર પ્લેટ સહિતના કામ અર્થે આવેલા અરજદારોની સાથે પણ ચર્ચા કરી હતી અને તેમની ફરિયાદ સાંભળી હતી. મહત્વનું છે કે, આ પહેલા હર્ષ સંઘવીએ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે જેલના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચાઓ કરી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ