બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Train kept running for 84 kilometers without driver, created panic in railways

ભારે કરી / ડ્રાઈવર વગર જ 84 કિલોમીટર સુધી દોડતી રહી ટ્રેન, રેલવેમાં મચી ગયો હડકંપ, જાણો કઈ રીતે લાગી બ્રેક

Megha

Last Updated: 04:14 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુના કઠુઆમાં, એક માલસામાન ટ્રેન લોકો પાઇલટ વિના 84 કિલોમીટર ચાલી હતી. તો પછી પંજાબમાં તેને કેવી રીતે અટકાવવામાં આવી? રેલવેએ શું આપી સ્પષ્ટતા?

જમ્મુ-કાશ્મીરમાં એક ટ્રેન ડ્રાઈવર વિના લગભગ 84 કિલોમીટર ચાલી ગઈ. રેલવે ઓથોરિટીને માહિતી મળ્યા બાદ પંજાબમાં ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ ઘટના 25 ફેબ્રુઆરી રવિવારની સવારે બની હતી. ટ્રેન જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ, ત્યારબાદ તે પંજાબ પહોંચી. જમ્મુ રેલવેના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરે પણ આ ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો છે. 

ડ્રાઈવર વગર ટ્રેન કેવી રીતે ચાલી? 
એક અહેવાલ મુજબ 25 ફેબ્રુઆરીની સવારે ટ્રેન નંબર 14806R જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી. આ એક માલગાડી હતી. સવારે, જ્યારે ડ્રાઈવર સ્ટેશન પર ચા અને નાસ્તો કરવા માટે કથિત રીતે રોકાયો હતો, ત્યારે તે નીચે ઉતરતા પહેલા હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયો હતો. ઉપરાંત નીચે ઉતરતી વખતે ટ્રેનનું એન્જિન પણ ચાલતું હતું. દરમિયાન સવારે લગભગ 7.10 વાગે ટ્રેન પોતાની મેળે આગળ વધવા લાગી હતી અને લગભગ 84 કિલોમીટર દૂર પંજાબના દૌસા પાસે ઉચી બસ્સી પંહોચી હતી. 

આ અંગેની માહિતી રેલવેના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી હતી. આ પછી ટ્રેનને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા. આ પછી પેસેન્જર ટ્રેનના ડ્રાઇવરો અને કર્મચારીઓએ દસુહા નજીક ઉચી બસ્તી વિસ્તારમાં ટ્રેનને રોકી હતી. ત્યાં સુધીમાં ટ્રેને 84 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

ભાગ્યની વાત એ હતી કે આ ટ્રેન જે રૂટ પરથી જતી હતી ત્યાં બીજી કોઈ ટ્રેન નહોતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

અહેવાલ મુજબ, ઘટના અંગે જમ્મુ રેલ્વેના ડિવિઝનલ ટ્રાફિક મેનેજરે જણાવ્યું કે કઠુઆ સ્ટેશન પર એક માલગાડી રોકાઈ હતી. અને અચાનક ઢાળના કારણે ડ્રાઈવર વિના ટ્રેન પઠાણકોટ તરફ જવા લાગી અને પંજાબના ઉચી બસ્સી પાસે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ ઘટના અંગે ઉક્ત એજન્સીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો: 420ની કલમ હવે 316, મર્ડર માટે ધારા 101...: જાણો નવા ક્રિમિનલ લૉથી શું શું બદલાશે

રિપોર્ટ અનુસાર, 10 નવેમ્બર 2017ના રોજ મુંબઈમાં પણ એક ટ્રેન લોકો પાયલટ વિના 13 કિલોમીટર ચાલી હતી. જે બાદ સ્ટાફ મેમ્બરે બાઇક પર ટ્રેનનો પીછો કર્યો અને ફિલ્મી સ્ટાઈલમાં તેને રોકી. વાસ્તવમાં ટ્રેનમાં ઇલેક્ટ્રિક એન્જિન હતું. એન્જિન બદલવા માટે ટ્રેન વાડી સ્ટેશને ઊભી રહી. જે દરમિયાન આ ઘટના બની હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ