બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / toxicity in office can affect your mental health, study says employees can die early because of this mental disorder

તમારા કામનું / ઓફિસમાં ટોક્સિક માહોલ હોય તો સાવધાન, નહીંતર વહેલા મરશો એ પાક્કું, રિસર્ચમાં થયો હચમચાવી મૂકે તેવો ખુલાસો

Vaidehi

Last Updated: 08:09 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ઑફિસમાં ટોક્સિક માહોલની સીધી અસર વ્યક્તિનાં માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેવામાં કર્મચારીઓનું મોત થવાનો ખતરો વધી જાય છે.

  • વર્કપ્લેસ પર ટોક્સિક માહોલ હેલ્થ માટે ખરાબ
  • સ્ટડી અનુસાર માનસિક સ્વાસ્થ્ય પર પડી શકે છે અસર
  • ટોક્સિક વાતાવરણનાં લીધે કર્મચારીઓનું મોત પણ સંભવ

ઑફિસમાં કામનાં માહોલની સીધી અસર વ્યક્તિનાં મેંટલ હેલ્થ પર થાય છે. તેને લઈને એક ચોંકાવનારી સ્ટડી કરવામાં આવી છે જેમાં ટોક્સિક માહોલમાં કામ કરનારાઓને સાવધાન કરવામાં આવ્યું છે. આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ટોક્સિક માહોલમાં કામ કરવાથી મેંટલ ડિસઓર્ડર થાય છે. સ્વીડનનાં કારોલિનસ્કા ઈંસ્ટિટ્યૂટે કરેલ આ સ્ટડી અનુસાર ટોક્સિક માહોલમાં કામ કરતાં કર્મચારીઓનું જલ્દી મોત થઈ જાય છે.

રિપોર્ટમાં શું કહેવાયું છે?
એપિડિમોલૉજી એન્ડ કમ્યૂનિટી રિપોર્ટમાં આ સ્ટડી પબ્લિશ થઈ છે. તેમાં કહેવાયું છે કે ઑફિસમાં કામની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડવાનાં અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. તેમાં મેંટલ પ્રેશર, ઓછી સેલેરી અને જોબની ગેરેન્ટી ન હોવાનાં મુખ્ય કારણો હોઈ શકે છે. સ્ટડીમાં કહેવાયું છે કે જોબ ન હોવું પણ માનસિક તણાવ પેદા કરે છે જેનાથી જલ્દી મોત થઈ શકે છે. 

ટોક્સિક માહોલમાં કામ કરવાનાં સાઈડ ઈફેક્ટ્સ

  • ઓફિસનો માહોલ ખરાબ હોવાને લીધે માનસિક સ્વાસ્થ્ય બગડી શકે.
  • ઓફિસનાં ખરાબ માહોલને લીધી કર્મચારીઓમાં ડિપ્રેશન, તણાવ અને મેંટલ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
  • ઓફિસનો ટોક્સિક માહોલ કોઈ કર્મચારીને ચિડચિડીયો બનાવી શકે છે.
  • ટોક્સિક માહોલમાં કામ કરવાથી પ્રોડક્ટિવિટી પણ ઘટી શકે છે.

ટોક્સિક માહોલથી દૂર રહેવાની ટિપ્સ

  • જો તમે ઓફિસનાં ટોક્સિક માહોલથી બચવા ઈચ્છો છો તો શક્ય હોય તેટલું નેગેટિવિટી ફેલાવનારા લોકોથી પોતાને દૂર રાખવું.
  • ઓફિસમાં ટોક્સિક લોકોથી દૂર રહેવું અને સારા લોકો સાથે બોન્ડ બનાવવો.
  • ઘરે આવ્યાં બાદ ઓફિસનાં કામને લઈને થોડી પણ ચર્ચા ન કરવી અને ન વિચારવું.
  • એક જગ્યા પર સતત બેસીને કામ ન કરવું. થોડા-થોડા સમયે બ્રેક લેવો.
  • વચ્ચે-વચ્ચે ટહેલવાથી મગજ ડાઈવર્ટ થાય છે અને વર્ક પ્રેશર પણ નથી આવતો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ