બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Tomorrow, the court may take a big decision in the food debt case

કાર્યવાહી / આવતીકાલે દેવાયત ખવડના કેસમાં કોર્ટ લઈ શકે છે મોટો નિર્ણય, મારામારી બાદ સાત દિવસથી છે ગાયબ

Priyakant

Last Updated: 04:10 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘટનાના 7 દિવસ બાદ પણ દેવાયત ખવડની નથી કરવામાં આવી ધરપકડ, દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી પણ તે ત્યાંથી પણ ન મળ્યા

  • આવતીકાલે દેવાયત ખવડની આગોતરા જામીન અરજી પર સુનાવણી
  • રાજકોટ કોર્ટમાં હાથ ધરવામાં આવશે સુનાવણી
  • રાજકોટ એ-ડિવિઝનમાં દેવાયત ખવડ અને અન્ય વિરુદ્ધ નોંધાયો છે ગુનો
  • ઘટનાના 7 દિવસ બાદ પણ દેવાયત ખવડની નથી કરવામાં આવી ધરપકડ

રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે, એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે હવે આવતીકાલે રાજકોટ કોર્ટમાં દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. 

દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી

રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા પર દેવાયત સહિત તેમના સાથીઓએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, એ-ડિવિઝન પોલીસ હજુ સુધી દેવાયત ખવડને શોધી શકી નથી.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ પક્કડથી દૂર દેવાયત ખવડ 

હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ