બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / tomato soup benefits weight loss high blood sugar bone health tips

Health Tips / શિયાળામાં જરૂર પીવો Tomato Soup, મળશે આ 5 ગજબ ફાયદા

Arohi

Last Updated: 05:34 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં ફિટ અને હેલ્દી રવા માટે તમે ડાયેટમાં ટામેટાનો સૂપ શામેલ કરી શકો છો. જાણો તેના ફાયદાઓ વિશે

  • શિયાળામાં જરૂર પીવો ટામેટાનો સૂપ 
  • વજન ઘટાડવામાં કરે છે મદદ
  • જાણો અન્ય ફાયદાઓ વિશે 

શિયાળામાં ટામેટાના સુપને પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરો. ટામેટાનો સૂપ વજન ઘટાડવાથી લઈને હાડકાઓ મજબૂત બનાવવા અને બ્રેન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સનું ભરપુર પ્રમાણ હોય છે. ટામેટાનો સુપ પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. જાણો તેના 5 ફાયદાઓ. 

વજન ઘટાડવામાં કરે છે મદદ 
ટામેટાના સૂપમાં ફાયબર અને પાણી વધુ પ્રમાણમાં હોય છે. માટે તેને પીવાથી ભૂથ નથઈ લાગતી અને વજન ઓછુ કરવામાં મદદ મળે છે. વેટ લોસ માટે તમે ટામેટાના સૂપને ઓલિવ ઓઈલમાં બનાવી શકો છો. 

હાડકાઓ થશે મજબૂત 
શિયાળામાં ટામેટાનો સૂપ પીવાથી હાડકા મજબૂત થાય છે. શરીરમાં લાઈકોપીનની કમીથી હાડકા પર અસર પડે છે. ટામેટાના સૂપમાં લાઈકોપીન હોય છે. જે હાડકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર રાખશે. તેમાં વિટામિન K અને કેલ્શિયમ પણ હોય છે. જે બોન હેલ્થ માટે ફાયદાકારક છે. 

બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે 
ટામેટાનો સુપ બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે. તેમાં ક્રોમિયમ નામનું તત્વ હોય છે. જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે સૂપ ફાયદાકારક હોય છે. 

બ્રેન હેલ્થ માટે 
ટામેટાનો સુપ મગજને પણ તંદુરસ્ત રાખે છે. તેમાં પોટેશિયમ અને કોપર હોય છે. આ બન્ને તત્વ મગજ અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. 

એનીમિયા 
શિયાળામાં નિયમિત રીતે ટામેટાનો સૂપ પીવાથી એનીમિયાથી બચી શકાય છે. ટામેટામાં રહેલા તત્વ શરીરમાં લોહીની કમી પુરી કરે છે. તે ઉપરાંત ટામેટાના સૂપમાં રહેલા સેલેનિયમ રક્ત પ્રવાહને પણ સારૂ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ