બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Today there is a strong possibility that a Congress MLA resigns

સંભાવના / આજે વધુ એક ધારાસભ્ય આપી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

Dinesh

Last Updated: 05:00 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat Politics news: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. આજે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી પ્રબળ શક્યતાઓ છે

  • કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા
  • કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરશે: સૂત્ર
  • કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા


gujarat Politics news: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પહલચહલ શરૂ થઈ ગઈ છે. જેમાં પક્ષપલટાથી લઈ રાજીનામાના દોર ફરી એકવાર શરૂ થયા છે. આમ આદમીના પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામુ આપે તેવી એટકળો તેજ થઈ છે. રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ તે ધારાસભ્ય મધ્ય ગુજરાતના હોવાની વિગતો પણ સામે આવી છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ માટે ગુડ ન્યૂઝ! બંનેને બે-બે રાજ્યો મળશે...  જાણો તમામ એક્ઝિટ પોલ બાદના 5 મોટા સમીકરણ | Good news for both BJP and  Congress parties ...

કોંગ્રેસને લાગી શકે છે મોટો ફટકો

ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળવાની સંભાવના છે. તો કોંગ્રેસના વધુ ધારાસભ્યો પણ પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1990 બાદ પ્રથમ વખત 2022ની વિધાનસભા ચૂંટણીમાં ખંભાતમાં કોંગ્રેસની જીત થઈ છે. ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપનો ગઢ ગણાતી ખંભાત વિધાનસભામાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યાં હતાં. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યાં હતાં.
અગાઉ ભૂપત ભાયાણી રાજીનામું આપ્યું હતું 
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPના ધારાસભ્ય પણ રાજીનામુ ધરી દીધું હતું.  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી દીધો હતો. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી બાદમાં તેમણે અધ્યક્ષને રાજુનામુ સોપ્યું હતું. તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAPમાંથી જીત્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ