બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Today india's first match against Pakistan in Women's T20 World Cup

ચક દે ઈન્ડિયા! / પાકિસ્તાનને માત આપવા માટે મેદાનમાં ઉતરશે ભારતની દીકરીઓ, મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત-પાકિસ્તાનનો મુકાબલો

Megha

Last Updated: 12:45 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેની આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે પાકિસ્તાન સામે ટકરાશે
  • ભારત-પાકિસ્તાન મેચ ક્યારે અને ક્યાં જોવી?
  • અત્યાર સુધી બંને ટીમો વચ્ચે રહ્યો છે આવો રેકોર્ડ 

લાંબા સમયથી ICC ટાઈટલ જીતવાની રાહ જોઈ રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે, આવી સ્થિતિમાં મેચ રોમાંચક બને તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે એશિયા કપમાં પાકિસ્તાને ભારતને ગત મુકાબલામાં હરાવ્યું હતું પણ છેલ્લા પાંચ વર્ષના ઓવરઓલ પ્રદર્શન પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે ઘણો તફાવત છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના દબદબાને સતત પડકાર આપી રહી છે તેની સામે પાકિસ્તાની મહિલા ટીમ ખાસ કંઈ કમાલ બતાવી શકી નથી. 

ભારત-પાકિસ્તાન મેચ ક્યારે અને ક્યાં જોવી?
ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચેની આ મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 6.30 કલાકે શરૂ થશે. આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર પણ ઉપલબ્ધ હશે.

ઈજા બન્યો ચિંતાનો વિષય
કેપ્ટન હરમનપ્રીત કૌરને મેચ પહેલા ફિટ કહેવામાં આવી રહી છે, પરંતુ ઓપનર સ્મૃતિ મંધાના આ મેચ રમશે નહીં. હરમનપ્રીત ખભાની ઈજાથી છે જ્યારે મંધાના આંગળીમાં ઈજા સાથે બંને મેચમાં ભાગ નહીં લે.  ટુર્નામેન્ટની બરાબર પહેલા સાઉથ આફ્રિકા દ્વારા યોજાયેલી ત્રિકોણીય સિરઝની ફાઇનલમાં હાર મળી છતાં પણ ટીમે તેમના પ્રદર્શનથી પ્રભાવિત કર્યા હતા. આ સાથે જ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પણ હાર મળી છે પણ એ સામે જ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું. ભારતીય ટીમ પાસે સેમિફાઇનલમાં પહોંચવાની પ્રબળ તક દેખાઈ રહી છે.

અત્યાર સુધી બંને ટીમો વચ્ચે રહ્યો છે આવો રેકોર્ડ 
ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 13 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય મહિલા ટીમ 10 વખત જીતી છે જ્યારે પાકિસ્તાની મહિલા ટીમ માત્ર 3 વખત જીતી શકી છે. ભારતીય ટીમ પાકિસ્તાન કરતા ઘણી મજબૂત છે. ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાનની ટીમ 7મા સ્થાને છે. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમનું પ્રદર્શન પણ પાકિસ્તાન કરતા ઘણું સારું રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ