બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Tiger Vs Pathan' movie announced, Shah Rukh and Salman will be seen fighting each other on the big screen

મેરે કરણ અર્જુન આયેંગે / 'ટાઈગર Vs પઠાણ' ફિલ્મની થઈ જાહેરાત, મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે શાહરુખ અને સલમાન

Megha

Last Updated: 11:57 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે.

  • મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે શાહરુખ અને સલમાન 
  • આગામી ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' ની જાહેરાત થઈ ગઈ છે
  • ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે 

બોલિવૂડમાં આ વર્ષે કિંગ શાહરૂખ ખાનનું રાજ ચાલી રહ્યું છે. ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ અને સલમાન ખાનની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં જોવા મળ્યું હતું કે બંને દુશ્મનો સામે એકસાથે લડ્યા હતા અને એ ફાઇટ સીન લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પણ હવે ટાઈગર અને પઠાણની જોડી તૂટી ગઈ છે અને બંને મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે. 

જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટાઈગર Vs પઠાણ' ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટર શેર કરીને 'ટાઈગર Vs પઠાણ'ની જાહેરાત કરી છે. તરણ આદર્શે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે. 

સલમાન ખાન અને શાહરૂખ ખાનની આ ફિલ્મનું નિર્દેશન શાહરૂખની ફિલ્મ 'પઠાણ' કરનાર સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવશે. યશ રાજ ફિલ્મ્સની ટાઈગર Vs પઠાણને જોવા માટે ચાહકો ઘણા આતુર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ