બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / ભારત / Three fake officials arrested again in Gujarat, important decision of the government to boost the tourism industry, then the BJP government in Madhya Pradesh expanded the cabinet, see news super fast

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ફરી ઝડપાયા નકલી અધિકારીઓ, પ્રવાસન ઉદ્યોગ માટે સારા સમાચાર, તો આ રાજ્યમાં ભાજપે કર્યું કેબિનેટનું વિસ્તરણ, જુઓ સમાચાર સુપર ફાસ્ટ

Vishal Khamar

Last Updated: 12:10 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તો WFI ની એક્ઝિક્યુટીવ કમિટીને ખેલ મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરી છે. ત્યારે આ બાબતે સાક્ષી મલિકે કહ્યું કે તેને આ માહિતી મીડિયા દ્વારા મળી છે. આ અંગે તેમને લેખિતમાં કોઈ સૂચના મળી નથી.

Meteorologist Ambalal Patel has predicted that the cold will increase due to northerly winds

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ સંભવના છે.

અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અના ખાતમૂર્હત કર્યા હતા. 14 કરોડનાં ખર્ચે રી ડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું. 

Gujarat allows liquor consumption in GIFT City

ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી છે એટલે ત્યાં કામ કરતા લોકો ત્યાં બેસીને દારુ પી શકશે. જોકે ગિફ્ટ સિટીની દારુની છૂટને કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતો લોકોને પણ એક મોટો લાભ થવાનો છે. ગિફ્ટ સિટીમાં પ્રોહિબિશનની આપવામાં આવેલી છૂટછાટના પગલે માત્ર ગિફ્ટ સિટી નહી પણ ગાંધીનગર અને અમદાવાદના રિયલ એસ્ટેટની માંગમાં પણ ઉછાળો આવવાની આ ક્ષેત્રના નિષ્ણાંતો ધારણા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાંતોના મતે 10 થી 15 ટકા ભાવ ઉંચા જવાની શક્યતા છે. 

Get ready to see the view of the white desert, helicopter ride starts on 27th, find out how much

રણોઉત્સવમાં આવતા પ્રવાસીઓ રણોત્સવનો આકાશી નજારો માણી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા તા. 27 ડિસેમ્બરથી હેલિકોપ્ટર સર્વિસની શરૂઆત કરવામાં આવનાર છે. જેનું બુકિંગ સોમવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ જોય રાઈડ દ્વારા માત્ર 8 મિનિટમાં જ હેલિકોપ્ટરથી પ્રવાસીઓ રણોત્સવની મજા માણી શકશે. આ માટે ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે.  આ રાઈડને ધોરડો જોય રાઈડ નામ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આ રાઈડમાં વ્યક્તિ દીઢ 5900 નો ચાર્જ નક્કી કરાયો છે. તેમજ બુકિંગ માટે એરોટ્રાન્સની વેબસાઈટ પણ શરૂ કરવામાં આવી છે.

Three persons entered P.P. Savani University in Kosamba, Surat by impersonating a fake official.

સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે. કોસંબાની પી પી સવાણી યુનિવર્સીટીમા ત્રણ શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘૂસ્યા હતાં. પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્સન એન્ડ એટ્રાસીટી ઓર્ગેનાઈઝેશનની ઓળખ આપી હતી. યુનિવર્સીટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા. સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેકેટરી, સી. બી. આઈ લખેલુ બોર્ડ પણ મળી આવ્યું છે.

મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વવાળી ભાજપ સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ સોમવારે થયું હતું. આ અંતર્ગત ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. પ્રધ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, વિશ્વાસ સારંગ સહિત અઢાર નેતાઓને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 6 નેતાઓએ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 4 નેતાઓએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રવિવારે મુખ્યમંત્રી મોહન યાદવ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પછી રાજ્યપાલ મંગુભાઇ પટેલ પટેલ સાથે મુલાકાત કરી અને મંત્રીઓની યાદી સોંપી હતી. રાજ્યપાલ પટેલે સોમવારે બપોરે 3:30 વાગ્યે રાજભવન ખાતે મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

કુસ્તીબાજો અને બૃજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારના ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટીવ કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી. મંત્રાલયે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે WFIએ હાલના નિયમો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવી છે.

Mumbai Indians paid 100 crores for Hardik Pandya

સ્ટાર ખેલાડી હાર્દિક પંડયાએ આ વખતે ગુજરાત ટાઈતન્સનો સાથ છોડીને મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડ્યો છે. મુંબઈએ તેને ટ્રેડ કરતા ગુજરાત પાસેથી હાર્દિકને ખરીદી લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા સાથે કેશ ડિલ કરીને તેને લાવવામાં આવ્યો છે. હાર્દિકને લાવવા માટે 15 કરોડ રૂપિયા ગુજરાતને આપવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

Riot after the arrest of this Bollywood actor at the airport

ફિલ્મ ક્રેટિક અને કલાકાર કમાલ રાશિદ ખાનની મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આ વાતની જાણકારી કેઆરકેએ પોતે સોશિયલ મીડિયા એપ એક્સ મારફતે આપી છે. કેઆરકે ની વાત માનો તો નવા વર્ષની ઉજવણી કરવા માટે તે દુબઈ જઈ રહ્યો હતો. આ દરમ્યાન પોલીસે તેઓની ધરપકડ કરી છે. એક્ટરે તેની ધરપકડ પાછળ સલમાન ખાનનો હાથ હોવાનું જણાવ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nir_haan (@nir_haan)


બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ફરી લગ્નની શરણાઈ વાગી છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાને શૂરા ખાન સાથે પોતાનું નવું જીવન શરું કર્યું છે. અરબાઝ ખાને ગઈકાલે 24 ડિસેમ્બરના રોજ શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા છે. અરબાઝ ખાનના બીજા લગ્નમાં તેનો દીકરો અરહાન ખાન પણ શામેલ થયો હતો. અરહાન ખાન તેના પિતાના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. અરહાન ખાન આ વેડિંગ ફંક્શન એન્જોય કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અરબાઝ ખાનના નિકાહ તેની બહેન અર્પિતાના ઘરે વાંચવામાં આવ્યા હતા. 

બોલિવૂડ સેલિબ્રિટીઓના બાળકો ઘણીવાર પેપ્સની ફ્લેશલાઈટનો શિકાર બનતા હોય છે. તેમની સાથે જોડાયેલી દરેક બાબત ચર્ચાનો વિષય બની જાય છે. પેપ્સ મોટે ભાગે દરેક જગ્યાએ સેલેબ્સને ફોલો કરે છે અને તેમના ફોટા લેવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવે છે. જો કે, ઘણા એવા સેલેબ્સ છે જેઓ તેમના બાળકોને કેમેરાથી છુપાવવા માંગે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ શરૂઆતમાં આવું જ કર્યું હતું. પરંતુ હવે બંનેએ પોતાની દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. ક્રિસમસના અવસર પર આ કપલે દીકરી રાહા કપૂરનો ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Port (@theportcomedy)

 

કળા-મનોરંજન જગતનો વધુ એક સિતારો ફાની દુનિયાને અલવીદા કહી જતા ચાહક વર્ગમાં ઘેરા શોકની લાગણી જન્મી છે. કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન થયું છે. જેના મોત પાછળના કારણ અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે નીલના મોત મામલે મેનેજર ગ્રેગ વાઈસે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તેઓ એ જણાવતા ખૂબ જ દુઃખી છે કે નીલ નંદાનું નિધન થઈ ગયું છે. પરંતુ તેના ચાહકો આ સમાચારથી શોકના સાગરમાં ડૂબ્યા છે. નાની ઉંમરમાં જબરી સિદ્ધિ હાંસલ કરનાર નિલે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ