બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Those who molested schoolgirls in a moving van abscond even after 48 hours

છોટાઉદેપુર / સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ સાથે ચાલુ વાનમાં છેડતી કરનારા 48 કલાક પછી પણ ફરાર, પરિજનોમાં ભારે રોષ

Priyakant

Last Updated: 08:19 AM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChotaUdepur Crime Latest News: નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કેસમાં લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું, 2 દિવસ થવા છતાં હજુ સુધી 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર

  • છોટાઉદેપુરમાં પીકઅપ વાનમાં વિદ્યાર્થીનીઓની છેડતી મામલો
  • પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી
  • અત્યાર સુધીમાં છેડતી કેસમાં 2 આરોપીની ધરપકડ
  • વિદ્યાર્થીની છેડતી કેસમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર
  • પીલીસે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી
  • 2 દિવસ થવા છતાં હજુ સુધી 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર

ChotaUdepur Crime : છોટાઉદેપુરમાં પીકઆપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી કેસમાં મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં પોલીસે વધુ એક હૈવાનની ધરપકડ કરી છે. વિગતો મુજબ અત્યાર સુધી છેડતી કેસમાં 6માંથી 2 આરોપીઓની ધરપકડ થઇ છે. જોકે વિદ્યાર્થિનીઓની છેડતી કેસમાં હજી 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. નોંધનિય છે કે, 2 જાન્યુઆરીના રોજ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. 

છોટા ઉદેપુરમાં પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. જે બાદમાં પોલીસે પીકઅપ ચાલકની અટકાયત કરી હતી. આ તરફ હવે આ કેસમાં વધુ એક હૈવાનની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે કુલ 6 આરોપીમાંથી 4 ઇસમો ફરાર હોઇ તેની શોધખોળ ચાલુ છે. આ તરફ 48 કલાક બાદ પણ 4 આરોપીઓ ન ઝડપાતાં વિદ્યાર્થિનીઓના પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

છેડતી અને લૂંટની ઘટના 
નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કેસમાં લૂંટ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. વિગતો મુજબ વિદ્યાર્થિનીઓ પાસેથી હેવાનોએ પૈસા પણ લૂંટી લીધા હોવાનો ખુલાસો થયો છે. જેને લઈ હવે પોલીસે કુલ 6 આરોપીમાંથી 2ને દબોચી લીધા બાદ અન્ય ફરાર 4 ઇસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. 

વધુ વાંચો: છોટાઉદેપુરમાં ઓચિંતી પીકઅપ વાનમાંથી કૂદી પડી બે વિદ્યાર્થિની, બન્યું કંપાવનારું, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ

શું હતી સમગ્ર ઘટના ? 
છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ હતી. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી. આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. આ તરફ પોલીસે ગઈકાલે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી હતી. આ સાથે ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઇ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ સાથે સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ