બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / This woman vlogged about her life in a polygamous relationship

પ્રેરણાદાયી / 'બીજી પત્ની ઘરે આવી', પતિના બીજા લગ્નના વીડિયો મૂકીને છવાઈ મહિલા, 9 લાખ સબસ્ક્રાઈબર્સ, લાખોની કમાણી

Hiralal

Last Updated: 05:38 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની મહિલા યૂટ્યુબર સિતારા યાસીને પતિના બીજા લગ્નથી દુખી થઈને યૂટ્યુબ પર એક ચેનલ શરુ કરી અને જોતજોતામાં તે સ્ટાર બની ગઈ.

  • પાકિસ્તાની 'સિતારા યાસીન નામની મહિલા થઈ લોકપ્રિય
  • પતિએ કરી લીધા બીજા લગ્ન
  • યૂટ્યૂબ પર ચેનલ શરુ કરીને મૂકવા લાગી ફોટા અને વીડિયો
  • આજે લાખો રુપિયાની ધીખતી કમાણી કરી રહી છે 

પાકિસ્તાનમાં 'સિતારા યાસીન' નામની એક મહિલા છે, જેની પાસે લગભગ 9 લાખ સબસ્ક્રાઇબર્સ  સાથેની યુટ્યુબ ચેનલ છે અને તેના વીડિયો પર લાખો વ્યૂઝ મળે છે. તમે વિચારતા હશો કે, તેની ચેનલ અથવા તેના બ્લોગમાં શું ખાસ છે? ઠીક છે, પરંતુ હવે તેણે ખુદ સામે ચાલીને પોતાના જીવનની કિતાબ ખુલ્લી મૂકી છે. યાસીનના દુખનો કંઈ પાર નથી. પોતાનો પતિ પોતાની હયાતીમાં જ બીજું ઘર માંડે ત્યારે પત્નીની કેવી હાલત થાય તે વિચારી જુઓ. યાસીનની સાથે પણ આવી જ ઘટના બની. પતિએ યાસીનને છૂટાછેડા આપ્યા વગર બીજી સ્ત્રી સાથે ઘર માંડ્યું અને યાસીનથી તેણે ત્રણ બાળકો થયા તેમ છતાં પણ પતિને બીજામાં રસ પડ્યો અને તેની સાથે લગ્ન કરી લીધા. ખાસ વાત એ છે કે તેના બીજા લગ્નમાં તેની પહેલી પત્નીથી થયેલા બાળકો પણ મહેમાન બન્યાં હતા. આ ઘટનાની આઘાત પામેલી યાસીન હવે ઓનલાઈન બિઝનેસ તરફ વળી અને તેણે યૂટ્યુબ પર એક પોતાની ચેનલ બનાવી દીધી. શરુ શરુમાં તો યાસીનને તેના વીડિયો પર નામ ખાવા પૂરતા 200-300 વ્યૂ મળ્યા હતા જેમાંથી તેનુ ઘર ચાલે એવું નહોતું. પરંતુ ત્યાર પછી અચાનક તેણે એવું શું કર્યું કે લોકોને તેના વીડિયોમાં રસ પડ્યો.

યાસીને કરાંચીના વીડિયો મૂકવાનું શરુ કર્યું 
યાસીને કરાચી (પાકિસ્તાનનું એક મોટું શહેર)માં પોતાના દૈનિક જીવન વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને પોતાની અંગત બાબતો વિશે પોસ્ટ કરી કે તરત જ દર્શકોને આ કન્ટેન્ટમાં રસ પડવા લાગ્યો. આજે, તે દર મહિને (સરેરાશ) 20,000 ડોલરથી વધુની કમાણી કરે છે અને વિદેશની મોંઘી મુસાફરી કરે છે અને દુબઈની મોંઘી ચીજો ખરીદી શકે છે અને યૂટ્યૂબ પર તેની ઉડાઉ જીવનશૈલીના વખાણ કરતા થાકતી નથી. 

પતિની બીજી પત્નીની જાણકારી આપીને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું 
યાસીને તેના પતિને પોતાના માટે બીજી પત્ની મળી રહી છે તે સંબંધિત ઘણા વીડિયો શેર કર્યાં હતા અને ત્યારથી તેની યૂટ્યૂબ ચેનલને પાંખો આવી ગઈ હતી અને આકાશી ઉડાણી લગાવી દીધી હતી. 

હું મારા પતિના બીજા લગ્ન માટે કેવી રીતે તૈયાર થઈ
યાસીને એક વીડિયો પોસ્ટ કર્યો અને તેનું મથાળું આપ્યું હું મારા પતિના બીજા લગ્ન માટે કેવી રીતે તૈયાર થઈ. ત્યાર બાદ યાસીને બીજા પત્નીના આગમનથી પોતાના જીવનમાં શું શું બદલાયું તેની વિગતો પણ શેર કરી છે. 

વીડિયોમાં આવું દેખાડ્યું 
બીજી પત્ની હવે ઘેર છે, મારે વધુ મજબૂત થવાની જરૂર છે.
બીજી પત્નીના રૂમને સજાવી.
બીજી પત્ની બીજા ઘરમાં રહેશે.
મારા પતિ અને તેની બીજી પત્ની સાથે એક દિવસ બહાર.
શું બીજી પત્ની મારા બાળકોને પ્રેમ કરે છે?
મારા પતિ તેની બીજી પત્નીને વધુ પ્રેમ કરશે તેવી કલ્પના પણ નહોતી કરી!
બીજી પત્ની ગર્ભવતી છે
બીજી પત્નીએ પ્રસૂતિની પીડા દરમિયાન મને શું કહ્યું?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ