બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / This veteran player of Team India may enter the World Cup, once he refused to play in the Asia Cup.

સ્પોર્ટ્સ / ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીની થઇ શકે છે વર્લ્ડકપમાં એન્ટ્રી, એકસમયે એશિયા કપ રમવા પર કર્યો હતો ઇન્કાર

Megha

Last Updated: 03:10 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે એવામાં જે ખેલાડીએ એશિયા કપ રમવાનો ઇનકાર કર્યો હતો તેને ભારતીય વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

  • ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે
  • આજે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે છે
  • અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે?

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી જીતી લીધી છે અને હવે મિશન વર્લ્ડ કપ શરૂ થશે. ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે ટીમો 28 સપ્ટેમ્બર સુધી પોતાના ખેલાડીઓની અદલાબદલી કરી શકે છે. એટલે કે 28 સપ્ટેમ્બર સુધીમાં તમામ ટીમોએ પોતાના અંતિમ 15 ખેલાડીઓ ICCને સોંપવાના છે. એવામાં આજે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે છે. 

હું રમવા માંગતો હતો': અશ્વિને WTC ફાઇનલમાં સ્થાન ન મળવા પર મૌન તોડતા  કહ્યું, 'મને ખબર હતી કે મોકો નહીં મળે' | I wanted to play Ashwin breaks  silence on not making

આજે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર થઈ શકે
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જે ખેલાડીએ એશિયા કપ રમવાનો ઇનકાર કર્યો હતો તેને ભારતીય વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ આર અશ્વિન છે જે વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશનો મોટો દાવેદાર છે. એવામાં અક્ષર પટેલની ઈજાના કારણે અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.

અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવશે?
અશ્વિનનો ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં તક મળી શકે તે નક્કી થઈ ગયું છે. તે જ સમયે, હવે ટીમના કોચ રાહુલ દ્રવિડે અશ્વિનની ODI ટીમમાં વાપસીને લઈને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 

અશ્વિન-જાડેજાની જોડીએ રંગ રાખ્યો: બની ટેસ્ટ ક્રિકેટમાં આ કમાલ કરનારી બીજા  નંબરની ભારતીય જોડી | Ashwin-Jadeja did a big feat by taking 500 wickets in  Tests! Will Kumble ...

સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે
રાહુલે કહ્યું કે, "આપણે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે...NCA પસંદગીકારો અને અજીત અગરકરના સંપર્કમાં છે તેથી હું તેના પર ટિપ્પણી કરીશ નહીં... જો કોઈ ફેરફાર થશે તો તમને હવે સત્તાવાર સૂચના મળશે. હાલ કોઈ ફેરફાર નથી."

અશ્વિને એશિયા કપની ફાઈનલ રમવાની ના કહી
દિનેશ કાર્તિકે એક ખુલાસો કરતાં કહ્યું હતું કે અશ્વિનને ખબર પડી કે એશિયા કપની ફાઈનલ રમવા જઈ રહ્યો છે પરંતુ તેણે આ મેચ રમવાની ના પાડી દીધી. તેણે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટને કહ્યું કે તે હજુ ODI મેચ માટે તૈયાર નથી. આ જ કારણ છે કે એશિયા કપ ફાઈનલ માટે વોશિંગ્ટન સુંદરને અચાનક શ્રીલંકા બોલાવવામાં આવ્યો હતો. હવે જોઈએ કે વર્લ્ડ કપની ટીમમાં શું ફેરફાર થાય છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ