બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This dry fruits powder is a blend of 5 different dry fruits and seeds

સ્વાસ્થ્ય / બાળક બીમાર નહીં પડે, મગજ તેજ ચાલશે... જેવાં અનેક ફાયદાઓ થશે, બસ રોજ ઉઠીને કરશો આ કામ

Pooja Khunti

Last Updated: 03:30 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઈચ્છો કે તમારું બાળક વારંવાર બીમાર ન થાય તે માટે તેને દૂધ સાથે ડ્રાઈ ફ્રૂટ્સ પાવડર આપો. બજારમાં મળતા ડ્રિંક પાવડર કરતાં આ વધુ શુદ્ધ અને અસરકારક હોય છે.

  • મખાનાને અલગ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી શેકી લો
  • કેસર અને એલચી નાખીને મિક્સરમાં પીસી લો
  • હવે તેને કાચની બરણીમાં પેક કરીને ફ્રીઝમાં રાખી દો

નાના બાળકો વારંવાર બીમાર થઈ જતાં હોય છે. 5 વર્ષથી નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેના કારણે તેમને ચેપ લાગવાનું  જોખમ વધુ હોય છે. બાળકોનાં વારંવાર બીમાર થવાથી માતાપિતા હેરાન થઈ જાય છે. જો તમે ઈચ્છો કે તમારું બાળક વારંવાર બીમાર ન થાય તે માટે તેને દૂધ સાથે ડ્રાઈ ફ્રૂટ્સ પાવડર આપો. બજારમાં મળતા ડ્રિંક પાવડર કરતાં આ વધુ શુદ્ધ અને અસરકારક હોય છે. 

ડ્રાઈ ફ્રૂટ્સ પાવડર
આ ડ્રાઈ ફ્રૂટ્સ પાવડર 5 અલગ-અલગ ડ્રાઈ ફ્રૂટ્સ અને બીજનું મિશ્રણ હોય છે. ડ્રાઈ ફ્રૂટ્સ હેલ્ધી ફેટ, પ્રોટીન, ઓમેગા 6 થી ભરપૂર હોય છે. તેનાથી બાળકનું વજન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જાણો, ડ્રાઈ ફ્રૂટ્સ પાઉડર બનાવવાની રેસીપી વિશે.  

ડ્રાઈ ફ્રૂટ્સ પાઉડર રેસીપી 

  • બાદામ - 50 ગ્રામ
  • પિસ્તા - 50 ગ્રામ
  • કાજુ - 50 ગ્રામ
  • અખરોટ - 20 ગ્રામ
  • મખાના - 10 ગ્રામ
  • કેસર - 1 ગ્રામ
  • એલચી- 3 નંગ છાલ સાથે 

ડ્રાઈ ફ્રૂટ્સ પાઉડર બનાવવાની રીત 

  • એક નોન-સ્ટીક તવાને ધીમી આંચ પર રાખો. હવે બદામ, પિસ્તા, કાજુ અને અખરોટને એક સાથે 10-15 મિનિટ સુધી શેકી લો. શેકી લીધા પછી તેને બાજુમાં ઠંડા થવા માટે રાખી દો. 
  • મખાનાને અલગ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ હવે તેને ઠંડા થવા દો. 
  • કેસર અને એલચી નાખીને મિક્સરમાં પીસી લો. 
  • હવે તેને કાચની બરણીમાં પેક કરીને ફ્રીઝમાં રાખી દો.  

વાંચવા જેવું: સવારે ઉઠતાવેંત ફોન હાથમાં લેવાની ટેવ હોય તો છોડી દેજો, નહીંતર થઈ જશે આવી બિમારી

ટિપ્સ 

  • શેકેલા ડ્રાઈ ફ્રૂટ્સને સમયાંતરે મિક્સ કરતાં રહો. જેથી અખરોટ તેનું તેલ છોળે નહીં અને પાઉડર ભીનું ન થઈ જાય. 
  • મખાનાને અલગથી શેકવા જરૂરી છે. કારણકે તેને શેકવામાં ડ્રાઈ ફ્રૂટ્સ કરતાં વધુ સમય લાગે છે. હમેશા તે ઠંડા થાય ત્યારબાદ જ બ્લેન્ડ કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ