બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Thieves stole 1 crore worth of gold and cash from a moving train, using such a trick that people were shocked

ક્રાઈમ / ચાલતી ટ્રેનમાંથી 1 કરોડનું સોનું અને રોકડ લઈ ગયા ચોર, એવી ટ્રિક વાપરી કે હેરાન થયા લોકો

Hiralal

Last Updated: 03:44 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનના વેપારી પાસેથી ચોર ચાલુ ટ્રેનમાંથી 1 કરોડનું સોનું અને રોકડ લઈને ફરાર થતા ચકચાર મચી હતી.

  • કામાખ્યા એક્સપ્રેસમાં બની ઘટના
  • રાજસ્થાનનો વેપારી લૂંટાયો
  • 1 કરોડનું સોનું-ચાંદી અને રોકડ ગાયબ

 બિહારમાંથી પસાર થતી રેલવેમાં ગુનાખોરી ઘણી વધી ગઈ છે. થોડા દિવસ પહેલા જ ઝાલમુડી વેચનારને લૂંટીને તેને ચાલતી ટ્રેનમાંથી ધકેલી દીધા બાદ હવે ચાલતી ટ્રેનમાંથી એક કરોડના સોના-ચાંદીની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.

2 કિલો સોનું, 5 કિલો ચાંદી અને 2 લાખની રોકડની ચોરી 
કામાખ્યા એક્સપ્રેસમાં આરા અને પટના વચ્ચે દોડી રહેલી કામાખ્યા એક્સપ્રેસમાં આ ઘટના બની હતી. એસી બોગીમાં મુસાફરી કરી રહેલા ઉદ્યોગપતિ મનોજ કુમાર જૈને દાખલ કરેલી  એફઆઈઆરમાં એવો આરોપ લગાવ્યો છે કે તેમની પાસે સોના-ચાંદીના દાગીના એક કરોડ રૂપિયા અને બે લાખ રૂપિયા રોકડા હતા. તે ઝવેરાત તેના શેરહોલ્ડરોને આપવા જઇ રહ્યો હતા ત્યારે કોઈ તેમની બેગ સરકાવીને લઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે જૈન બે બેગ માથા પર રાખીને સુતા હતા ત્યારે કોઈકે લાગ જોઈને બેગ ઉઠાવી લીધી હતી. 

કેવી રીતે સોનું અને રોકડ લૂંટી ગયા ચોર
બિઝનેસમેન મનોજ કુમાર જૈન કામાખ્યા એક્સપ્રેસના એસી ડબ્બામાં બન્ને બેગનું ઓશિકૂ બનાવીને સુઈ રહ્યાં હતા ત્યારે ચોર પગલે કોઈક અંદર આવ્યાં હતા અને નીચેથી હળવેકથી બે બેગ સેરવી લઈને ફરાર થયા હતા. જોકે આ ઘટના બની ત્યારે જૈન ભરઉંઘમાં હતા પરંતુ જ્યારે થોડી વાર બાદ અચાનક તેમની આંખ ખુલી ગઈ ત્યારે તેમણે તેમની બેગ ગુમ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું હતું. મનોજ કુમાર જૈને કહ્યું કે તે આસામના તપન નગરમાં બિઝનેસ કરે છે. ઝવેરાત એ તેની પારિવારિક મિલકત હતી. પાટીદારોમાં વહેંચવા માટે લઈ જતા હતા. તેણે બંને બેગ પોતાના માથા નીચે રાખી હતી. બંને બેગ આરા સુધી ત્યાં હતી. આ પછી બેગ ચોરી થઇ ગઇ હતી. અહીં પોલીસને પ્રારંભિક તપાસમાં આ કેસ શંકાસ્પદ લાગે છે. જે બાદ વેપારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલવે એસપી અનિલ કુમારે જણાવ્યું કે બિઝનેસમેનના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. વેપારી પોલીસની સામે વારંવાર નિવેદનો બદલી રહ્યા છે. જે બાદ મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. આ કેસ ઉચાપતનો પણ હોઈ શકે છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે પટના અને આરા બન્નેના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે, પરંતુ તેમાં કોઇ શંકાસ્પદ બેગ જોવા મળી નથી. પૂછપરછ અને તપાસ પૂરી થયા બાદ જ મામલો સ્પષ્ટ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ