બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / these zodiac signs people must wear pearls grace of mother lakshmi

વધશે સમૃદ્ધી / મેષ, કર્ક સહિત 4 રાશિના લોકો ધારણ કરશે મોતી તો થશે જોરદાર ફાયદો, જાણો શું કહે છે રત્ન શાસ્ત્ર

Premal

Last Updated: 07:41 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અને રત્ન શાસ્ત્ર મુજબ મોતીનો સંબંધ ચંદ્રમા સાથે માનવામાં આવે છે. એવામાં આ જાણવુ જરૂરી છે કે મોતી ક્યારે અને કઈ રાશિના જાતકોએ ધારણ કરવો જોઈએ.

  • આ રાશિના જાતકો ફરજીયાત ધારણ કરે મોતી
  • જીવનમાં રહેશે માં લક્ષ્મીની કૃપા 
  • જાણો મોતી પહેરવાથી શું લાભ થશે?

રત્ન ધારણ કરવાથી વધે છે સુખ-સમૃદ્ધી

જ્યોતિષ અને રત્ન શાસ્ત્રમાં દરેક રત્નને કોઈના કોઈ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. જો કોઈની રાશિમાં જો ગ્રહની સ્થિતિ નબળી હોય છે તો એવા જાતકોને એ મુજબ રત્ન ધારણ કરવા માટે કહેવામાં આવે છે.

મન પર પડે છે પ્રભાવ 

મોતી દેખાવે ગોળ હોય છે. જો કે, મોટાભાગના મોતી સફેદ રંગના હોય છે, પરંતુ અમુક જગ્યાએ તે હળવા ગુલાબી રંગમાં પણ દેખાય છે. મોતીનો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે. એવામાં ચંદ્રની જેમ મોતીનો પ્રભાવ મન પર પડે છે.

આ રાશિના જાતકોને થાય છે ફાયદો 

જ્યોતિષ અને રત્ન શાસ્ત્ર મુજબ, મેષ, કર્ક, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે મોતી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેની કુંડળીમાં ચંદ્ર નબળો હોય છે, એવા જાતકો પણ મોતી પહેરી શકે છે. જો કે, કોઈની કુંડળીમાં ચંદ્ર નીચનો છે તો મોતી ધારણ ના કરવો જોઈએ. 

આર્થિક સ્થિતિ થશે મજબૂત 

મોતી પહેરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. મોતી પહેરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. લોકોને સમસ્યામાંથી છૂટકારો મળે છે. મોતી શાંતિનો કારક હોય છે. એવામાં જે લોકોને ગુસ્સો વધારે આવે છે, તેમને મન શાંત કરવા માટે મોતી ધારણ કરવુ જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ