બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These things will relieve the problem of stomach upset within minutes the cow will get gas

HEALTH / દિવસભર પેટમાં થાય છે ગરબડ? ચિંતા છોડો! આ 5 વસ્તુઓને પીવો ગણતરીની મિનિટોમાં ગેસ ગાયબ

Vishal Dave

Last Updated: 04:49 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે દરેક બીજી વ્યક્તિ એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે, એસિડિટીના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. જેના કારણે વ્યક્તિને પેટ અથવા માથાનો દુખાવો અને બળતરા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે

જંક ફૂડ અને ઓઈલી ફૂડના વધુ પડતા સેવન જેવી આજની બદલાયેલી ખાનપાનની આદતોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેનાથી રાહત મેળવવા માટે આપ આ ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.. 

આજકાલ લોકોમાં ગેસ અને એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની રહી છે. સામાન્ય રીતે દરેક બીજી વ્યક્તિ એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે અને જે વ્યક્તિ તેનો સામનો કરી રહી હોય તે જ આ સમસ્યા સમજી શકે છે... એસીડીટી અને ગેસની સમસ્યા માટે આમ તો ઘણા કારણો જવાબદાર છે..પરંતુ એવું માનવામાં આવે છે કે તળેલું અને મસાલેદાર ખોરાક ખાવાથી અથવા અન્ય કોઈ કારણોસર એસિડિટી થઈ શકે છે.

ઘરગથ્થુ ઉપચારથી મટી શકે છે ગેસ અને એસીડીટી

એસિડિટીના કારણે પેટમાં ગેસ બનવા લાગે છે. જેના કારણે વ્યક્તિને પેટ અથવા માથાનો દુખાવો અને બળતરા જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ગેસની ગોળીઓ લીધા વગર રાહત મળતી નથી.. પરંતુ ઘણા લોકો તેને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર અપનાવે છે. જેમ કે ઘણા પ્રકારના પીણાં તમને એસિડિટી અને ગેસ ઘટાડવામાં મદદ કરી શકે છે.

ઠંડુ દૂધ

કહેવાય છે કે જો એસિડિટીની સમસ્યા હોય તો ઠંડુ દૂધ પીવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે એસીડીટીમાંથી રાહત મેળવવા માટે દૂધ પીતા હોય ત્યારે  તેમાં ખાંડ કે કોઈપણ પ્રકારનો પાવડર ન નાખવો.

લીંબુ અને સોડા

એસિડિટીની સમસ્યામાં જો તમે પાણીમાં  લીંબુનો રસ , કાળું મીઠું અને સોડા મિક્સ કરીને પીવો છો તો તે એસિડિટીની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ રોજ આટલા કપથી વધુ માત્રામાં ચા-કોફી પીવાની ટેવ હોય તો ચેતજો: સીધી જ મગજ પર પડે છે ખરાબ અસર

હીંગ

એસિડીટીની અસર ઘટાડવા માટે હીંગને પણ વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. તે પાચન તંત્રને શાંત કરવામાં મદદ કરે છે. તેથી તમે હીંગનું પાણી પણ પી શકો છો. જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમના માટે શાક બનાવતી વખતે હિંગ નાખીને ખાવાથી ફાયદો થાય છે.

છાશ

ગેસની સમસ્યા હોય તો તમે છાશ પણ પી શકો છો. આને પીવાથી તમે પેટમાં થતી બળતરાથી પણ રાહત મેળવી શકો છો. જો તમે ઘરે છાશ બનાવીને પીશો તો તે તમારા માટે સારું રહેશે. પરંતુ ધ્યાનમાં રાખો કે આવા ઘરગથ્થુ ઉપચારો અજમાવતા પહેલા, ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ