બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / side effects of drinking more than 3 cups tea coffee daily

Lifestyle / રોજ આટલા કપથી વધુ માત્રામાં ચા-કોફી પીવાની ટેવ હોય તો ચેતજો: સીધી જ મગજ પર પડે છે ખરાબ અસર

Manisha Jogi

Last Updated: 03:20 PM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ચા-કોફીનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. જો તમને પણ વારંવાર ચા પીવાની આદત હોય તો ચેતી જજો. કેફીનની સીધી અસર બ્રેઈન પર થાય છે. થોડા સમય માટે એનર્જી અને સતર્કતામાં વધારો થાય છે, પણ તેનાથી નુકસાન પણ થઈ શકે છે.

ભારતમાં ચા-કોફીનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે. અનેક લોકો એવા હોય છે, જે દિવસમાં વારંવાર ચા પીતા હોય છે. જો તમને પણ વારંવાર ચા પીવાની આદત હોય તો ચેતી જજો. દિવસમાં માત્ર બે કપ ચાનું જ સેવન કરવું જોઈએ, નહીંતર શરીરને ખૂબ જ નુકસાન થઈ શકે છે. ચા અને કોફીમાં રહેલ ઈંગ્રેડિએન્ટ કેફીનની સીધી અસર બ્રેઈન પર થાય છે. થોડા સમય માટે એનર્જી અને સતર્કતામાં વધારો થાય છે, પણ તેનાથી નુકસાન પણ થઈ શકે છે. બ્રેઈન પર અસર થવાને કારણે ગભરામણ, અનિંદ્રા, માથાનો દુખાવો, માઈગ્રેનની પ્રોબ્લેમ, અપચાની સમસ્યા, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થાય છે. 

આદત પડી જવી- કેફીનની આદત પડી જાય તો તે આદતને છોડવી ખૂબ જ મુશ્કેલ હોય છે. અચાનક કેફીન છોડી દેવાથી માથાનો દુખાવો, થાક અને ચિડીયાપણું થઈ શકે છે. 

સ્ટ્રેસ કંટ્રોલમાં પરેશાની- એક કપ કોફીનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. સ્ટ્રેસથી છુટકારો મેળવવા માટે હંમેશા કોફીનું સેવન કરો તો, થોડા સમય પછી પરેશાની થઈ શકે છે. જે પછી સ્ટ્રેસ હેન્ડલ થઈ શકતો નથી. 

ગુસ્સામાં વધારો- જે લોકો ચા-કોફીનું વધુ સેવન કરે છે, તેમને વધુ ગુસ્સો અને આક્રોશ વધુ આવે છે. જેથી બ્રેઈન પર સીધી અસર, જેના કારણે માનસિક આરોગ્ય પર અસર થાય છે. 

વધુ વાંચો: નોકરી કરતાં યુવાનો પર મંડરાઈ રહ્યો છે ખતરનાક કેન્સરનો ખતરો! ICMRની સ્ટડીએ વધાર્યું ટેન્શન

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ