બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / these things falling from your hands again and again

એસ્ટ્રો ટિપ્સ / શું તમારા હાથમાંથી વારંવાર આ વસ્તુઓ પડી જાય છે, કઈંક અમંગળ થવાના આપે છે સંકેત, સાચવજો

Bijal Vyas

Last Updated: 11:00 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વસ્તુઓનું પડવું શુભ છે, જ્યારે ઘણી વસ્તુઓનું પડવું અશુભ છે. જો આ 5 વસ્તુઓ તમારા હાથમાંથી સરકી રહી છે, તો આવો જાણીએ તેનો અર્થ...

  • પૂજાની થાળી હાથમાંથી પડી જવી શુભ સંકેત નથી
  • હાથમાંથી મીઠું છૂટવાથી પરિવારનો કોઈ સભ્ય બીમાર પડવાની શક્યતા વધી જાય છે
  • સિંદુર પડી જવાથી પરિણીત મહિલાઓના પતિ પર સંકટ આવે છે

Astro Tips: અત્યારની ફાસ્ટ લાઇફમાં દરેક વ્યક્તિને દરેક કાર્ય ઝડપથી કરવુ હોય છે. તેમાં વધુ પડતા કામ અને ઉતાવળને કારણે ક્યારેક ઘણી વસ્તુઓ હાથમાંથી નીચે પડી જાય છે. ઘણી વખત મોબાઈલ કે કોઈ મોંઘી વસ્તુ પડી જવાથી મોટું નુકશાન થાય છે. મોબાઈલ પડી જાય તો સ્ક્રીન તૂટવાનું જોખમ રહેલું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વસ્તુઓનું પડવું શુભ છે, જ્યારે ઘણી વસ્તુઓનું પડવું અશુભ છે. જો આ 5 વસ્તુઓ તમારા હાથમાંથી સરકી રહી છે અને વારંવાર નીચે પડી રહી છે તો સમજી લો કે જીવનમાં કંઈક ખરાબ થવાનું છે. આવો જાણીએ-

1. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં દૂધ ગરમ કરતી વખતે  અથવા હાથમાંથી દૂધ ઢોળવું  યોગ્ય નથી. આ એક સંકેત છે કે તમારા જીવનમાં ટૂંક સમયમાં કોઈ મુશ્કેલી આવવાની છે. દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે. આ સ્થિતિમાં, માનસિક પીડા અથવા નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે. આ માટે દૂધ ગરમ કરતી વખતે ધ્યાન રાખો.

Topic | VTV Gujarati

2. જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો સંબંધ કુંડળીમાં શુક્ર અને ચંદ્ર સાથે છે. જો હાથમાંથી મીઠું પડતું હોય તો તે કુંડળીમાં શુક્ર અને ચંદ્રની નબળાઈનો સંકેત છે. હાથમાંથી મીઠું છૂટવાથી પરિવારનો કોઈ સભ્ય બીમાર પડવાની શક્યતા વધી જાય છે. જેના કારણે ધનની ખોટ થાય છે.

3. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજાની થાળી હાથમાંથી પડી જવી શુભ નથી. આ કારણે પ્રિય એટલે કે આરાધ્ય ભગવાન નારાજ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે પરમપિતા પરમેશ્વર નારાજ થાય છે ત્યારે હાથમાંથી પૂજાની થાળી પડી જાય છે. આ એક સંકેત છે કે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે.

શું કામ લોકો આરતીની થાળી ઉપર હાથ ફેરવીને ચડાવે છે માથે? જાણો ધાર્મિક કારણ |  why people put their hands on Aarti's plate and put it on their head? Know  the religious

4. મીઠાની જેમ  તેલ ઢોળાવું પણ શુભ નથી. જો તમારા હાથમાંથી તેલ સરકી જાય અને વારંવાર પડી જાય, તો તે સંકેત છે કે ટૂંક સમયમાં આર્થિક મોટું નુકસાન થવાનું છે. આ કારણે તમે દેવાદાર પણ બની શકો છો. આવા લોકો દેવાના બોજ નીચે દબાતા રહે છે.

5. હાથમાંથી સિંદૂર પડવું યોગ્ય નથી. જો તમારા હાથમાંથી પણ સિંદૂરનું બોક્સ પડી જાય તો સમજી લેવું કે તમારા જીવનમાં જલ્દી કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. સાથે જ પરિણીત મહિલાઓના પતિ પર સંકટ આવે છે. પડી ગયેલા સિંદૂર પર પગ ન મૂકવો કે ઝાડુ ન મારવું જોઇએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ