બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:28 PM, 18 April 2024
Sugar Drinks Side Effects : નાના બાળકોને મીઠા જ્યુસ કે કોલ્ડ ડ્રિંક પીવડાવવું જોખમી બની શકે છે. બાળકોને સુગર ડ્રિક પિવડાવવાથી દાંતને નુકશાન થાય છે. એટલુ જ નહી આ એક મીઠા ઝેર સમાન છે. સુગર ડ્રિક પીનારા બાળકો મોટાપાનો શિકાર બની શકે છે.
ADVERTISEMENT
નાના બાળકોને ઉનાળાની ગરમીમાં તમે કોલ્ડ ડ્રિંક પીવડાવતા હોય તો જોખમી બની શકે છે. કેમ કે કોલ્ડ ડ્રિંકમાં પોષક તત્વોની માત્રા શૂન્ય હોય છે. તેમાં શુગર હોય છે. જે બાળકો માટે જોખમી થઇ શકે છે. આ મીઠા ઝેર સમાન છે.નાના બાળકોને સુગર ડ્રિંક આપવું એ માત્ર તેમના દાંત માટે જ હાનિકારક નથી, પરંતુ તે તેમના માટે 'મીઠું ઝેર' પણ સાબિત થઈ શકે છે. સુગર ડ્રિક પીણાં પીતા બાળકોને ભવિષ્યમાં સ્થૂળતાનું જોખમ વધુ રહે છે. તાજેતરના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે જે બાળકોને નાનપણમાં ફળોના જ્યુસને બદલે સુગર ડ્રિંક પીવડાવવામાં આવ્યા હતા તે બાળકોને 24 વર્ષની ઉંમરે વજન વધવાની શક્યતાઓ વધુ જોવા મળી હતી.
ADVERTISEMENT
સ્વાનસી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયકોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જન્મથી લઇને પુખ્તાવસ્થા સુધી 14 હજારથી વધુ બ્રિટિશ બાળકોના આહારની આદતો પર નજર રાખવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે બાળકો બે વર્ષની ઉંમર પહેલા મીઠા ફળોના જ્યુસ અને સુગર વાળા ઠંડા પીણા પીતા હતા તેમના વજનમાં વધુ વધારો જોવા મળ્યો હતો. સંશોધકોના મતે આ પીણાંમાં રહેલ વધારાની સુગરે માત્ર બાળકોનું વજન જ નથી વધાર્યું પરંતુ બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ પણ પાડી હતી.
ADVERTISEMENT
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફળોના રસ પીનાર છોકરીઓનું વજન ઓછુ હતું. જ્યારે છોકરાના વજનમાં કોઇખાસ અંતર જોવા મળ્યુ ન હતું. નિષ્ણાતોનું માનવું છે કે ફળોના રસમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે બાળકોને ઝડપથી પેટ ભરેલું લાગે છે. જ્યારે મીઠા શુગર ડ્રિક્સમાં ફાઈબર હોતું નથી, જેના કારણે બાળકોને ઝડપથી ભૂખ લાગે છે અને વધુ ખાય છે.
ADVERTISEMENT
અભ્યાસના મુખ્ય લેખક ડો. લુઈસ બાર્કર કહે છે કે માતા-પિતાએ તેમના બાળકોને સુગરયુક્ત પીણાં પીવડાવવા ન જોઈએ. તેમનું માનવું છે કે બાળકોને પાણી પીવાની આદત પાડવી જોઇએ અને શુગર ડ્રિકનો વપરાશ ઓછો કરવો જોઈએ. ઉપરાંત માતા-પિતાએ તેમના બાળકોને તંદુરસ્ત આહારની આદતો શીખવવી જોઈએ, જેમાં ફળો, શાકભાજી અને આખા અનાજનો સમાવેશ થાય છે. આ અભ્યાસ એ વાતનો પુરાવો છે કે બાળપણમાં ખાવાની ટેવ પુખ્ત જીવનમાં સ્થૂળતાના જોખમ ને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. માતા-પિતાએ તેમના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને બાળપણથી જ સ્વસ્થ આહારની આદતો કેળવવી જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.