ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / these people should not drink lemon water, many health problems can occur
ADVERTISEMENT
ઉનાળો આવી ગયો છે અને આ ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે લોકો લીંબુ પાણી વધુ પીવે છે. ગરમીથી બચવા સિવાય, મોટાભાગના લોકો લીંબુ પાણી એટલા માટે પણ પીવે છે કારણ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. અલબત્ત, લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું લીંબુ પાણી સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
મીડિયાના અહેવાલો પ્રમાણે, એક હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે એન્ટીએજિંગ હોય કે પછી વજન ઘટાડવાની વાત હોય, લોકો હંમેશા લીંબુ પાણી પર વિશ્વાસ કરે છે. લીંબુમાં વિટામિન સી, ઝિંક અને ફોલિક એસિડ હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દરેક સારી વસ્તુના નુકસાન પણ હોય છે. આ જ નિયમ લીંબુ પાણી પર પણ લાગૂ થાય છે. ચાલો જાણીએ કે કયા લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ -

ADVERTISEMENT
દાંતને નુકસાન -
નિષ્ણાતોનું કહેવું છે કે રોજ વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી દાંત પર પણ ખરાબ અસર થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડની માત્રા વધુ હોય છે, તેથી તમારા દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા લીંબુ પાણીથી દાંતના ઈનેમલને પણ અસર થાય છે.
ADVERTISEMENT
એસિડિટી હોય -
જે લોકોને પહેલાથી જ ગેસ કે એસિડિટીની સમસ્યા હોય તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. તેમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ વધુ હોવાથી એસિડિટી વધવાનું જોખમ હોય છે. જેમને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાલી પેટ લીંબુ પાણી ન પીવું જોઈએ.
ADVERTISEMENT

કિડની પર અસર -
ADVERTISEMENT
જો કોઈને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો પણ તેણે ખાલી પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારી કિડની પર વધારાનું દબાણ આવી શકે છે. તેથી, ધ્યાનમાં રાખો કે ક્રોનિક કિડની રોગથી પીડિત લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવું જોઈએ નહીં.
વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ
ADVERTISEMENT
માઈગ્રેનની સમસ્યા -
આ સિવાય વધુ માત્રામાં લીંબુ પાણી પીવાથી માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેમાં ટાયરામાઈન નામનું એમિનો એસિડ મળી આવે છે, જેના કારણે લોહી આપણા મગજ સુધી ઝડપથી પહોંચે છે અને માઈગ્રેન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ