બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / There was chaos in the tea shop when the cylinder exploded

ગ્રેટર નોઇડા / ચાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી, 9 લોકો ગંભીર રીતે દાઝ્યા, હોસ્પિટલમાં દાખલ

Priyakant

Last Updated: 09:34 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, ચા બનાવનાર સહિત 9 લોકો ખરાબ રીતે દાઝી ગયા

  • ગ્રેટર નોઈડાના જેવરમાં નિર્માણાધીન ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બ્લાસ્ટ 
  • ચાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ 
  • એરપોર્ટ નજીક કિશોરપુર ગામમાં કહાની દુકાનમાં થયો બ્લાસ્ટ, 9 લોકો ખરાબ રીતે દાઝ્યા 

ગ્રેટર નોઈડાના જેવરમાં નિર્માણાધીન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટની સાઈટ નજીક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ એક ચાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વિસ્ફોટ એરપોર્ટ નજીક કિશોરપુર ગામમાં ચાની દુકાનમાં થયો હતો. આ બ્લાસ્ટમાં ચા બનાવનાર સહિત 9 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘાયલોને જેવરની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેવરમાં નિર્માણાધીન નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક કિશોરપુર ગામમાં અરવિંદ કુમાર ચાની દુકાન ચલાવે છે. આ દુકાન એરપોર્ટ સાઈટની નજીક છે, તેથી અવારનવાર સાઈટ પર કામ કરતા કર્મચારીઓ અહીં ચા પીવા આવે છે. ગુરુવારે સાંજે લગભગ 5:30 વાગ્યે આ દુકાનમાં ચા બનાવતી વખતે 5 લિટરના નાના સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે ચા બનાવનાર અરવિંદ અને દુકાન પર બેઠેલા અન્ય 8 કર્મચારીઓ સળગી ગયા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક જેવરની કૈલાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

શું કહ્યું પોલીસે ? 
ગ્રેટર નોઈડા ઝોનના એડીસીપી દિનેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. જેવરના કિશોરપુર ગામમાં ચાની દુકાન જે અરવિંદ કુમાર ચલાવતા હતા. ચા બનાવતી વખતે 5 લિટરનો નાનો સિલિન્ડર ફાટ્યો. અરવિંદ ઉપરાંત સ્થળ પર કામ કરતા 8 લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ગ્રેટર નોઈડાની કૈલાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ઈજાગ્રસ્ત તમામ કર્મચારીઓ ખતરાની બહાર છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ