બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The video shot on the moon has gone viral

ઈતિહાસ સબૂત છે / જ્યારે ચંદ્રની સફરે અવકાશયાત્રી જાય છે ત્યારે તેઓ કરે છે શું? જુઓ ચાંદામામાની જમીન પર ઉતારેલા આ પહેલો વીડિયો

Kishor

Last Updated: 11:02 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રની ધરતી પરથી લેવાયેલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ શું કરે છે. તે સહિતની વિગત દ્રશ્યમાન થાય છે.

  • ચંદ્રયાન-3ને લઈને વિશ્વમાં જોરશોરથી ચર્ચા 
  • ચંદ્રની ધરતી પર શૂટ કરવામાં આવેલા અગાઉનો વીડિયો સામે આવ્યો
  • અવકાશયાનમાં નીલ આર્મસ્ટ્રોંગની સહિતના હતા હાજર

ભારતનું ચંદ્રયાન-3 હવે લગભગ સફળતાની વેંત એક દૂર છે. તેવું કહી શકાય છે. જો બધું જ બરાબર રહ્યું તો 23 ઓગષ્ટના રોજ તમામ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ઉઠશે. હાલ સમગ્ર વિશ્વમાં લોકો ચંદ્રયાન-3ને લઈને ચર્ચા કરી રહ્યા છે. ચંદ્રયાન-3ને ચંદ્રના એવા ભાગ પર ઉતારવા આવશે. જ્યાં આજ સુધી કોઈ પહોંચ્યું નથી. આ થનગનાટ વચ્ચે આજે ચંદ્રની ધરતી પર શૂટ કરવામાં આવેલા વીડિયોની માહિતી મેળવીશું!

20 જુલાઈના રોજ, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ પગલું મૂક્યું હતું

અવકાશયાત્રી પહેલીવાર ચંદ્ર પર ઉતરી અને શુ કરે છે. તે સાથેની સંપૂર્ણ માહિતી આપતો દુર્લભ વીડિયો સામે આવ્યો છે. જેમાં સંપૂર્ણ વિગત જોઈ શકાય છે. એપોલો 11નો આ વીડિયોની ચંદ્રની સપાટી પર શૂટ કરવામાં આવ્યો હતો. 16 જુલાઈ 1969, આ નો એ દિવસ માનવ માટે ખૂબ ખાસ છે. આ દિવસે એપોલો 11 અવકાશ માટે ઉપડ્યું હતું. મિશનના પ્રક્ષેપણ પછી, 20 જુલાઈના રોજ, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ પગલું મૂક્યું હતું. બઝ એલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ અવકાશયાનમાં નીલ આર્મસ્ટ્રોંગની સાથે હતા.

એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો કે...

નીલ આર્મસ્ટ્રોંગને એક ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો હતો કે તમે ચંદ્ર પર પહેલું પગલું ભર્યું છે, ત્યારે તેમને કેવું લાગ્યું? જેના જવાબમાં તેઓએ કહ્યું કે આ ક્ષણ ખૂબ જ તણાવભરી હતી. ચંદ્ર પર ગયા પછી અવકાશયાત્રીઓ શું કરે છે? તો તેના જવાબમાં જ્યારે પણ કોઈ અવકાશયાત્રી ચંદ્ર પર જાય છે, ત્યારે તે સૌથી પહેલા ત્યાંથી પૃથ્વી પરની લેબમાં તપાસ કરી શકાય તેવા કેટલાક સેમ્પલ એકઠા કરે છે, આ સિવાય ચંદ્ર પર કેટલાક રોવર અને સાધનો પણ લગાવાયેલ છે. જે સમયાંતરે ચંદ્રની સપાટી પર થઈ રહેલા ફેરફારો વિશે વૈજ્ઞાનિકોને માહિતી આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ