બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The statement of West Bengal Minister Shashi Panja came regarding the incident that happened in Malda of West Bengal

કપડા ઉતારી માર માર્યો / ક્યાં સુધી ભારતમાં થતાં રહેશે મહિલાઓના ચીરહરણ? બંગાળમાં બે મહિલાઓ સાથે બર્બરતા, મમતા સરકાર સામે ઊભા થયા સવાલ

Pravin Joshi

Last Updated: 05:03 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પંજાનું નિવેદન આવ્યું છે. શશિ પંજાએ કહ્યું કે માલદા મામલામાં રાજનીતિ કરવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે આ ચોરીનો મામલો છે.

  • પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી ઘટનાને લઈને મંત્રી શશિ પંજાનું નિવેદન 
  • શશિ પંજાએ કહ્યું કે આ માલદા મામલામાં રાજનીતિ કરવાની જરૂર નથી
  • માલદામાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને મારવામાં આવી : BJP

પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પંજાનું નિવેદન આવ્યું છે. શશિ પંજાએ કહ્યું કે માલદા મામલામાં રાજનીતિ કરવાની જરૂર નથી. મંત્રીએ કહ્યું કે આ માર્કેટમાં ચોરીનો મામલો છે. બંને મહિલાઓને ચોરીની શંકા હતી અને અન્ય કેટલીક મહિલાઓએ તેમને પકડીને સજા કરવાનો પ્રયાસ કર્યો હતો. શશી પંજા મુજબ આ દરમિયાન બંને મહિલાઓના કપડા ઉતરી ગયા હતા. મહત્વપૂર્ણ છે કે બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે માલદા જિલ્લામાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને નિર્દયતાથી મારવામાં આવી હતી.

તપાસ ચાલી રહી છે

અમિત માલવિયાના આરોપ પર મમતા સરકારમાં મંત્રી શશિ પંજાએ કહ્યું કે માલદાની ઘટના પર રાજનીતિ કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે આ ચોરીનો મામલો છે. આદિવાસી સમાજની બે મહિલાઓએ બજારમાંથી કંઈક ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મહિલાઓના જૂથે કાયદો પોતાના હાથમાં લીધો અને ચોરી કરનાર મહિલાઓને માર મારવાનું શરૂ કર્યું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ ચાલી રહી છે.

 

મમતા પર આરોપ

પશ્ચિમ બંગાળના બીજેપી પ્રભારી અમિત માલવિયાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો અસ્પષ્ટ છે. જેમાં બે મહિલાઓના કપડા ઉતારી દેવામાં આવ્યા છે અને તેમને માર મારવામાં આવી રહ્યો છે. માલવિયાએ વીડિયો સાથે લખ્યું છે કે મમતાના રાજ્યમાં આવી ઘટનાઓ બની રહી છે અને તેમને જરા પણ ફરક નથી પડી રહ્યો. તેમણે લખ્યું કે તેઓ રાજ્યના ગૃહમંત્રી પણ છે, છતાં આવી ઘટનાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. માલવિયાએ વધુમાં કહ્યું કે મમતાએ આ મામલે કોઈ દુ:ખ પણ વ્યક્ત કર્યું નથી.

ભાજપ આક્રમક 

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં નગ્ન મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષો દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. તેના જવાબમાં ભાજપના વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટીએમસી શાસિત બંગાળ, કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આવા મામલાઓ પર ઉગ્ર હુમલો કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ