બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The second round of killer cold has started in Gujarat

કોલ્ડવેવ / ગુજરાતભરમાં ગુલાબી ઠંડીનો ચમકારો: 2.4 ડિગ્રીમાં નલિયાવાસી ઠુંઠવાયા, જાણો અહીંયા કેમ તાપમાન રહે છે સૌથી નીચું?

Malay

Last Updated: 08:28 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હજુ કાતિલ ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 11 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. તો 2.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

 

  • રાજ્યમાં કડકડતી ઠંડીનો પ્રકોપ યથાવત્
  • રાજ્યના 11 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન
  • નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં કાતિલ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઠંડીથી અનેક શહેર ઠુઠંવાયા છે. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે. આ ઉપરાંત નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેથી નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન રહેતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. કરચ્છ પંથકમાં શિત લહેર ફરી વળી છે. 

આજે કાતિલ ઠંડીના પ્રકોપ સામે મળી આંશિક રાહત
અમદાવાદ શહેરમાં ગઈ કાલે 9.7 ડિગ્રી ઠંડી પડતાં લોકો રીતસર ઠૂંઠવાયા હતા. ગઈ કાલની ઠંડી તો ટોક ઓફ ધ ટાઉન બની હતી. લોકો ગરમ વસ્ત્રો પહેરીને પણ ઠંડીથી ધ્રુજતા હતા. તેની સરખામણીમાં આજે કાતિલ ઠંડીના પ્રકોપ સામે હવામાનમાં આંશિક રાહત મળી છે. લોકો આજે પણ હાડ થીજાવતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો પહેરીને કામધંધાએ જવા નીકળ્યા હતા.  

લોકોએ તાપણા કરી ઠંડી સામે હૂંફ મેળવી
ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી. સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે. મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે. 

કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી સામે આવી છે. જેમાં કચ્છમાં 1 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ઠંડીથી લોકોને રાહત મળશે તેવું પણ જણાવ્યું છે. આગામી સમયમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. તેમજ પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે.

જાણો શીત લહેર એટલે શું છે?
કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ મહાપાત્રાના જણાવ્યા મુજબ, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર કહેવાય છે.

Alert! આજથી ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઠંડીની થશે શરૂઆત, દરિયાકાંઠે 60 કિમીની  ઝડપે ફૂંકાઈ શકે છે પવન | Alert! Record-breaking cold will start in Gujarat  from today, winds may blow at ...

નલિયામાં જ કેમ પડે છે સૌથી વધુ ઠંડી? 
આ પ્રદેશ એકદમ ખુલ્લો છે જે ઉત્તર દિશામાં આવેલો છે એટલે જમ્મુ કાશ્મીરમાં અને હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્નને લીધે થતી હિમવર્ષાની સીધી અસર જોવા મળે છે ઉત્તર દિશાના પવનો રણ વિસ્તારને વધારે અસર કરે છે જલ્દી ઠંડી પકડી લે છે રણ વિસ્તાર ખુલ્લો હોવાથી પવન વધારે ઠંડા ફૂંકાય છે. એટલે કચ્છ વિસ્તારમાં વધારે ઠંડી અનુભવાય છે. આ ઉપરાંત નલિયાનો વિસ્તાર કચ્છનો વધારે ખુલ્લો વિસ્તાર છે અને ત્યાં ભૌગોલિક વિસ્તાર કચ્છમાં પણ અલગ પડે છે. નલિયામાં રાજ્યનું વધારે ઠંડીનું તાપમાન નિચે જાય છે.

why naliya is coldest place in Winter Gujarat

ઉનાળામાં ગરમી પણ વધુ પડે છે
એટલું જ નહીં કચ્છ રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં વધારે ગરમી પણ કચ્છમાં અનુભવાય છે. આમ ગરમી હોયકે ઠંડી કચ્છમાં તેનું તાપમાન રાજ્યમાં સૌથી વધારે રહેતું હોય છે. એટલે કચ્છનું વાતાવરણ બહુ જ અલગ જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ