બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The rule of lost SIM and new SIM card has been changed

તમારા કામનું / મોદી સરકારે બદલી નાંખ્યા SIM કાર્ડના નિયમ: હવે SIM ખોવાઈ જાય તો પાછું લેવા માટે આ છે રીત

Kishor

Last Updated: 03:56 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર ફ્રોડને લઈને હવે મોદી સરકાર દ્વારા ખોવાયેલા સિમ અને નવા સિમ કાર્ડના નિયમમાં બદલાવ કરાયો છે.નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.

  • ડિજિટલના આ જમાનામાં સાયબર ગઠિયાઓ બેફામ
  • સરકાર દ્વારા ખોવાયેલા સિમ અને નવા સિમના નિયમમાં બદલાવ
  •  નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે

ડિજિટલના આ જમાનામાં સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા છે અને દિવસેને દિવસે છેતરપિંડીને અંજામ આપતા હોવાથી સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ છેતરપિંડી માટે આરોપીઓ દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં છેતરપિંડી આચરનારા આરોપીઓએ અમુક લોકોના સિમ પણ સ્વેપ કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

કોઇ પણ જગ્યાએથી ‌સિમકાર્ડ ખરીદતાં પહેલા ચેતજો,અમદાવાદમાં SOGનો સપાટોઃ બે  દિવસમાં 257 ડમી સિમનો ભાંડો ફૂટ્યો | SOG crackdown in Ahmedabad: 257 dummy  SIM hoards burst in ...

KYC પ્રક્રિયાને અનુસરવી પડશે
આ કૃત્ય માટે સાયબર ફ્રોડો માત્ર વિગતોના આધાર પર તમારા સિમ કાર્ડ સુધી પહોંચી જાય છે અને તેઓ તમારા બેંકિંગ મેસેજની પણ માહિતી મેળવી લેતા હોય છે. કૌભાંડીઓ લોકોના બેંક ખાતા સરળતાથી રકમ ઉસેડી ખાલી કરી રહ્યા છે. જેને લઈને હવે મોદી સરકાર દ્વારા ખોવાયેલા સિમ અને નવા સિમના નિયમમાં બદલાવ કરાયો છે. અગાઉથી અમલમાં રહેલા નિયમોને બદલી હવે યુઝર્સ સિમ સ્વેપિંગ માટે E-KYC અથવા ડિજિટલ KYC પ્રક્રિયાને અનુસરવી પડશે. તેવું નક્કી કરાયું છે.

Topic | VTV Gujarati

એટલું જ નહીં તમારું સીમકાર્ડ ડેમોગ્રાફિક ડિટેલ્સ એટલે કે એડ્રેસને બાદ કરી તથા ફોટોગ્રાફ્સ સહિતની વસ્તુ મેચ થયા બાદ જ એક્ટિવેટ કરવામાં આવશે. બીજી બાજુ લાયસન્સના સિમ સ્વેપિંગ સમયે યુઝરને તમામ ડેટા સ્ટોર કરવાનો રહેશે. નવા સિમ કાર્ડ શરૂ થયા બાદ 24 કલાક પછી તે નંબર પર SMS સુવિધા ચાલુ થશે.

પોઈન્ટ ઓફ સેલનું વેરિફિકેશન ફરજિયાત
સરકારના આ પગલાને પરિણામે સાયબર ફ્રોડ પર રોક લગાવવામાં અસરકારક સફળતા મળી શકે છે. તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ દ્વારા ખોટી રીતે લોકોના સીમનો એક્સેસ મેળવી લેવામાં આવ્યો હોય! આ સિવાય સરકારે નવા સિમ માટેના નિયમો પણ બદલી નાખ્યા છે. જેની ગ્રાહકની સાથે વેચાણકરતા પર પણ અસર જોવા મળશે. નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નવા નિયમ અનુસાર પોઈન્ટ ઓફ સેલનું વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. જેની જવાબદારી ટેલિકોમ કંપનીઓને સોંપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ