બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / The pride of the dragon will now come down! 90 percent of the population is infected with Corona, a crisis for the world as well

તબાહી / ડ્રેગનનું અભિમાન હવે ઉતરી જશે ! 90 ટકા વસતી કોરોના સંક્રમિત થતા હાહાકાર, વિશ્વ માટે પણ સંકટ

Vishal Khamar

Last Updated: 03:57 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો છે. ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગે પણ માન્યું છે કે કોરોના હવે એક મોટી ચૂનૌતી બની ગયો છે. હવે ચીનના હેનાન થી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

  • ચીનમાં હવે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે
  • કોરોના હવે એક મોટી ચૂનૌતી બની ગયો છેઃશી જીનપીંગ
  • વિરોધ બાદ ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી

 ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે. અહીંયા મોટા ભાગના લોકો કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા છે. હેનાનનાં સ્વાસ્થય વિભાગનાં અધિકારીએ આ જાણકારી આપી છે કે આ પહેલા કોરોનાની પહેલી લહેરમાં ચીનનાં વુહાન પ્રાંતમાં કોરોનાએ તબાહી મચાવી હતી. દુનિયાભરમાં વુહાનથી જ કોરોનાનો પહેલો કેસ મળ્યો હતો.

હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગ નિર્દેશનક કાન ક્વાનચેંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે 6 જાન્યુઆરી 2023 સુધી હેનાનમાં કોરોના સંક્રમણ દર 89.0 ટકા હતો. ટાની હાનાનમાં 99.4 મિલિયન આબાદીમાંથી 88.5 મિલિયન એટલે કે 8.84 કરોડ આબાદી  કોરોના સંક્રમિત હતી.

વિરોધ બાદ ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી
સતત વિરોધ બાદ ચીને ગયા મહિને ઝીરો કોવિડ પોલિસી સમાપ્ત કરી દીધી હતી. ત્યારથી ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે ચીનનું આરોગ્ય વિભાગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. 

ચીનની હોસ્પિટલોમાં લાંબી લાઈનો છે
ઘણા શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ બાકી નથી. દવાઓની પણ ભારે અછત છે. બેઇજિંગ સહિત અનેક પ્રાંતોમાંથી ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. અહીંના સ્મશાન પર લાંબી કતારો લાગી હતી. અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ રાહ જોવી પડી હતી. આ બધું હોવા છતાં ચીને પોતાની સરહદો સંપૂર્ણપણે ખોલી દીધી છે. એટલું જ નહીં, ચીનથી વિદેશથી આવતા મુસાફરો માટે ક્વોરેન્ટાઇન નિયમો પણ ખતમ કરી દેવામાં આવ્યા છે.  

ચીન પર આંકડા છુપાવવાનો આરોપ
ચીન પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ચીનનો દાવો છે કે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર 1.2 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 30 લોકોના મોત થયા છે. ચીને કોરોનાના મોતને લઈને નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા. 

WHO એ ચીનની પોલ ખોલી
ચીનમાં કોરોના નિયંત્રણ બહાર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્વીકાર્યું હતું કે કોરોના હજુ પણ એક મોટો પડકાર છે. જો કે, આ બધું હોવા છતાં ચીન કોરોનાને લઈને આંકડા નથી આપી રહ્યું. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટે તેનો પર્દાફાશ કર્યો છે. WHOના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ચીનમાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 થી 18 ડિસેમ્બર સુધીમાં 1.47 લાખ નવા કેસ નોંધાયા છે. તે મુજબ ચીનમાં કોરોનાના નવા કેસોમાં 48 ટકાથી વધુનો વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ