બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / The police detained 8 more people in connection with the dummy incident in Bhavnagar

કાર્યવાહી / ભાવનગર ડમીકાંડ પર પોલીસનું તાબડતોબ એક્શન, વધુ 8 આરોપીઓનું રાઉન્ડઅપ, એજન્ટ હોવાનો શક

Dinesh

Last Updated: 09:19 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસે વધુ 8 લોકોનું રાઉન્ડઅપ કર્યું છે, રાઉન્ડઅપ કરાયેલા ડમી ઉમેદવાર એજન્ટ હોવાની માહિતી

  • ભાવનગરમાં ડમીકાંડનો મામલો
  • પોલીસે વધુ 8 લોકોનું રાઉન્ડ અપ કર્યું
  • 4 આરોપી સિવાય અન્ય 8 લોકોનું રાઉન્ડ અપ કર્યું


ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. પોલીસે વધુ 8 લોકોનું રાઉન્ડ અપ કર્યું છે. જો કે, અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને જેમને કાર્ટમાં રજૂ કરી રિમાન્ડની પણ માંગણી કરતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે તે 4 આરોપી સિવાય અન્ય 8 લોકોની અટકાયત કરી છે.

8 લોકોનું રાઉન્ડઅપ 
ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ યથાવત છે. પોલીસે વધુ 8 લોકોનું રાઉન્ડ અપ કર્યું છે તેમજ રાઉન્ડ અપ કરાયેલા કરાયેલા ડમી ઉમેદવાર અને એજન્ટ હોવાની સૂત્રો પાપ્ત માહિતી છે. અત્રે તમને જણાવી દઈએ કે, ચાર આરોપીઓને અગાઉ દબોચી લેવાયા હતા.

અગાઉ ઝડપાયેલા 4 શખ્સોના રિમાન્ડ મંજૂર
અગાઉ ઝડપાયેલા ડમીકાંડના ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવતા કોર્ટે રજૂ કરાયેલા આરોપીના 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે ચાર આરોપીઓની પૂછપરછ માટે પોલીસે રિમાન્ડની માગ કરી હતી.  

આરોપી શરદ પનોતે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો
ડમીકાંડમાં ઝડપાયેલા 4 આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શરદ પનોતે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ગુજરાત HCના પ્યૂનની પરીક્ષાનું પેપર ફોડનારા વ્યક્તિની તેમજ પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર લોકોને પણ પનોતે ઓળખે છે. આરોપીઓ ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારોની વ્યવસ્થા કરતા હતા. રૂપિયા લઈને ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડતા હતાં. ઉમેદવારો પાસેથી મોટી રકમ પણ લેવામાં આવતી હતી. ઉમેદવારોના સ્થાને ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હતા અને હોશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીના સ્થાને આરોપી બેસાડતા હતા. શરદ પનોતની ડમી ઉમેદવાર કાંડમાં મહત્વની ભૂમિકા સામે આવી છે.

રૂપિયા લઈને ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડતા હતા 
અન્ય આરોપીઓ રૂપિયાની લાલચે શરદ પનોતની મદદ કરતા હતા. કોમ્પ્યુટરમાં પરીક્ષાર્થીનો ફોટો બદલી દેવામાં આવતો હતો. તમને જણાવી દઈએ કે, ડમીકાંડની તપાસમાં વધુ આરોપીની સંડોવણીનો પર્દાફાશ થઈ શકે છે. હજુ વધારે પરીક્ષાર્થીઓને ડમીકાંડમાં પાસ કરાવ્યા હોવાની આશંકા વર્તાઈ રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ