બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / The people of Bollywood used to make fun of this South superstar, saying that when I used to go to the party wearing shoes...

મનોરંજન / સાઉથના આ સુપરસ્ટારની બોલિવૂડના લોકો ઉડાવતા હતા મજાક, કહ્યું હું પાર્ટીમાં ચંપલ પહેરીને જતો ત્યારે...

Megha

Last Updated: 11:36 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિજય સેતુપતિને ચપ્પલ પહેરવા પર બોડી શેમિંગ વિશે યાદ આવ્યું અને કહ્યું કે હું આવો હતો અને આ કારણે મને ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવતો હતો.

  • વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે
  • વિજય સાથે ભૂતકાળમાં ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવતી 
  • પણ સારી વાત એ છે કે લોકો તમને તમે જેવા છો તેવા સ્વીકારવા લાગે છે

વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. જો કે ફિલ્મ જવાન બાદ હવે તેનો જાદુ હિન્દી દર્શકો પર પણ કામ કરી ગયો છે. કેટરીના કૈફ સાથે તેની આગામી ફિલ્મ મેરી ક્રિસમસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે ઉત્તર અને હિન્દી દર્શકોનો સામનો કરતા પહેલા તે અમુક વાતોથી ડરતા હતા. આ સાથે જ વિજયે એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં તેની સાથે ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવી હતી. જો કે હવે તે ખુશ છે કે દર્શકોનો પ્રેમ તેને મળી રહ્યો છે. 

ચપ્પલ પહેરવા પર વિજયને બોડી શેમિંગ વિશે યાદ આવી ગયું હતું અને તેણે કહ્યું, હું આવો હતો અને આ કારણે મણે ઘણી વખત બોડી શેમિંગ કરવામાં આવતો. આવું થાય છે પણ સારી વાત એ છે કે લોકો તમને તમે જેવા છો તેવા સ્વીકારવા લાગે છે. હવે હું જ્યાં પણ જાઉં છું, લોકો મને સ્વીકારે છે જે ઘણી સારી વાત છે. 

ચાહકોનો પ્રેમ એનર્જી ડ્રિંક જેવો છે
છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથના કલાકારો પ્રત્યે હિન્દી દર્શકોનો પ્રેમ વધ્યો છે. ત્યાંના ઘણા સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મો કરવામાં રસ દાખવી રહ્યા છે. વિજય સેતુપતિ હવે કેટરિના કૈફ સાથે મેરી ક્રિસમસથી દર્શકોનું મનોરંજન કરશે. તેણે કહ્યું કે દર્શકોનો પ્રેમ તેને કહે છે કે બોલિવૂડ ફિલ્મો કરવાનો નિર્ણય યોગ્ય છે. હું માનું છું કે ચાહકોનો પ્રેમ સાચો છે. દર્શકોનો પ્રેમ મેળવવો એ એનર્જી ડ્રિંક જેવું છે. જ્યારે લોકો તમને પ્રેમ કરે છે, ત્યારે તમારામાં આશા જાગે છે કે તમારું કામ લોકો સુધી પહોંચ્યું છે અને તેમને તે ગમ્યું છે. મને આ વાતની જાણ ફેન્સ ક્લબમાંથી થઈ. તેઓ હંમેશા મને ઉર્જા આપે છે.

હિન્દી પ્રેક્ષકો પહેલા ઓળખતા ન હતા
વિજયે કહ્યું કે પહેલા જ્યારે તે મુંબઈકર અને ગાંધી ટોક્સ માટે મુંબઈ આવતા હતા ત્યારે બહુ ઓછા લોકો તેને ઓળખતા હતા. હવે ઘણા લોકો તેને જાણે છે, ફિલ્મો અને ભૂમિકાઓ વિશે વાત કરવા આવે છે. આનાથી તેમને ખૂબ જ ખુશી મળે છે. તેણે કહ્યું કે તે એક અભિનેતા તરીકે આ જ ઈચ્છે છે. જ્યારે આ થવાનું શરૂ થાય છે, ત્યારે તમને લાગે છે, હવે બરાબર છે તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. 

વિજયના સિમ્પલ લુકની ઇન્ટરનેટ પર ઘણી વખત ચર્ચા થઈ છે. તેણે ઘણી મોટી ઈવેન્ટ્સમાં પણ ચપ્પલ પહેરીને હાજરી આપી છે. આ વાત પર કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો છે. વિજયે કહ્યું કે તે આ બધી બાબતોથી પ્રભાવિત થાય છે. તે પોતાની ફેશન વિશે વિચારવા લાગે છે. તેણે કહ્યું, આવઆ સમયે હહું કપડાંને લઈને સભાન થવા લાગ્યો પણ હું આરામદાયક વસ્તુઓ પહેરવામાં માનું છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ