બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The Pakistani agent arrested in Surat gave an explanation

ક્રાઈમ / સુરતમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટે કર્યા ખુલાસા: ક્રિપ્ટોકરન્સીથી મળતા હતા રૂપિયા, આ રીતે કરતો હતો સેનાની જાસૂસી

Malay

Last Updated: 11:33 AM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરનારા શખ્સની ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

 

  • ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવનાર વ્યક્તિની ધરપકડ
  • દિપક કરાચીમાં રહેતા વ્યક્તિ સાથે સંપર્કમાં હતો
  • પોખરણ આર્મી બેઝના ફોટો મોકલતો હતો
  • પાકિસ્તાનથી દીપકને મોકલાઈ હતી 226 USDT ક્રિપ્ટો કરન્સી 

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને પાકિસ્તાની એજન્સી ISIના સંપર્કમાં રહેલા એક ઈસમની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી હતી. સુરતમાં રહેતા દિપક સાલુંકે નામના ઇસમની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી. કોર્ટ દ્વારા મંગળવાર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દિપક સાલુંકેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર
સુરત પોલીસે જણાવ્યું કે,  સુરત ક્રાઈમ બ્રાન્ચને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતો દિપક સાલુંકે નામનો વ્યક્તિ પાકિસ્તાની એજન્સી ISIના એજન્ટ સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી મળી હતી. જે બાદ ટીમે તેની ડીંડોલી વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાંથી દિપક સાળુંકેની ધરપકડ કરી હતી. તેને સુરત સેશન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના મંગળવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Major action of Surat Crime Branch

દિપક સાલુંકેએ શું ખુલાસો કર્યો?
પોલીસે જણાવ્યું કે, તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, દિપક પૂનમ શર્મા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વાતચીત કરતા સમયે પાકિસ્તાનના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ હમીદે પોતે પાકિસ્તાનનો હોવાનું અને ISI માટે કામ કરતો હોવાનું દિપક સાલુંકેને જણાવ્યું હતું. ત્યારબાદ હમીદે દિપકને ભારતીય સીમકાર્ડ આપવાનું જણાવ્યું હતું અને દિપકે ભારતીય સીમકાર્ડ હમીદને આપ્યા હોવાની વાત પણ સામે આવી હતી. ત્યારબાદ આરોપી બે જુદા-જુદા મોબાઈલ નંબરથી તેની સાથે વોટ્સએપ પર અને ફેસબુક મારફતેથી દેશની ભારતીય સેના અંગેની કેટલીક અતિગુપ્ત સંવેદનશીલ માહિતીઓ આપી હતી. પોલીસ ધરપકડ પહેલા તમામ વ્હોટ્સએપ ચેટ ડીલીટ કરી દીધી હતી. દિપકના એકાઉન્ટમાંથી 75 હજાર 856 રૂપિયા મળી આવ્યા છે.

પાકિસ્તાની હમીદે મોકલી હતી 226 USDT ક્રિપ્ટો કરન્સી
દિપક ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જર 'BINANCE' માં પણ એકાઉન્ટ ધરાવતો હતો. પાકિસ્તાની હમીદે દિપકને 226 USDT ક્રિપ્ટો કરન્સી મોકલી હતી. ક્રિપ્ટો કરન્સી મોકલવામાં મહંમદ નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ