બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / The mood of the season will change in the country in the next 24 hours

હવામાન / આગામી 24 કલાકમાં દેશમાં બદલાશે મોસમનો મિજાજ: પંજાબ સહિત 8 રાજ્યોમાં થશે વરસાદ, બિહારમાં યલો એલર્ટ

Priyakant

Last Updated: 10:18 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update Latest News: દિલ્હીમાં આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે

  • હવામાન વિભાગ દ્વારા દેશમાં વરસાદને લઈ આગાહી 
  • દિલ્હીમાં વરસાદનું એલર્ટ તો યુપીના ઘણા શહેરોમાં ધુમ્મસ જોવા મળશે
  • આગામી 36 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં વરસાદની આગાહી 

Weather Update : રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 36 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને યુપી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સાથે પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

દિલ્હીમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

IMD અનુસાર, 19મીથી 21મી સુધી વરસાદની સંભાવના છે. આ તરફ યુપીના ઘણા શહેરોમાં ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌ, અયોધ્યાથી કાનપુર સુધી ધુમ્મસ રહેશે. આજે પણ ગાઢ ધુમ્મસ હતું. તે જ સમયે, આગામી એક-બે દિવસ સુધી હળવું ધુમ્મસ અને આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે. 

વધુ વાંચો: સળગીને કોલસો થઈ ગયા 11 મજૂરો, પળમાં રાખમાં ફેરવાઈ આખી કંપની, એક્ઝિટ દ્વાર જ બંધ થયું

બિહારમાં ઠંડી અને ધુમ્મસને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. સવારે અને સાંજે ઠંડીની અસર વધુ જોવા મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ