બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The meeting of NCP leader Sharad Pawar and Ajit Pawar was heavily discussed

જોરદાર ચર્ચા / શરદ પવારની ગેમ ઉઘાડી પડતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ, દુશ્મન અને દોસ્ત બંને ચોંકયા, મંત્રી પદની ઓફર?

Kishor

Last Updated: 10:20 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ
  • એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મિટિંગની જોરદાર ચર્ચા
  • શરદ પવારને મોટી ઓફરની ચર્ચા

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.  આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા અજિત પવાર મારફતે શરદ પવાર અથવા તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે. બીજી બાજુ સુપ્રિયા સુલેએ આ નિવેદન પર પલટવાર કર્યો હતો.

હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી...

સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે આ પ્રકારની કોઈ જ ઓફર કે પ્રસ્તાવ મળ્યો નથી અને ન તો તેઓ કોઈના સંપર્કમાં હોવાની પણ ચોખવટ કરી હતી. કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન અંગે ન તો કોઈ ચર્ચા થઈ છે અને ના તો કોઈ ઓફર મળી છે. તેમણે કહ્યું કે મનેએ નથી સમજાતું કે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આવા નિવેદનો કેમ આપી રહ્યા છે. હું કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડકે અને ગૌરવ ગોગાઈના સતત સંપર્કમાં છું. જોકે હું મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોઈ નેતાના સંપર્કમાં નથી. એ અંગે પણ જણાવ્યું હતું.


કોંગ્રેસ નેતાએ ગુપ્ત બેઠક પર સવાલ ઉઠાવ્યા

આ અગાઉ કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે બેઠક પર સવાલો ઉઠાવ્યા હતા આવી બેઠક લોકોમાં ભ્રમ ઉભો કરતી હોવાની વાત કરી હતી. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાને અજિત પવારને મહારાષ્ટ્રના સીએમ બનાવવા માટેની ખાતરી સાથે તેમના કાકાને કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ માં જોડાવા માટે સમજાવવા પડશે.તેવું પણ કહ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ