બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The habit of eating at midnight will make the body a house of diseases

આરોગ્ય / શરીરને બીમારીઓનું ઘર બનાવી દેશે અડધી રાતે ખાવા-પીવાની ટેવ: જરૂર ફોલો કરો આ ટિપ્સ

Pooja Khunti

Last Updated: 10:29 AM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોને અળધી રાત્રે ભૂખ લાગતી હોય છે અથવા તો અળધી રાત્રે ખાવાની આદત હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક આદત છે.

  • ખાવા-પીવાનો સમય નક્કી કરો
  • તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો
  • રાત્રે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી અંતર રાખો

ઘણા લોકોને અળધી રાત્રે ભૂખ લાગતી હોય છે અથવા તો અળધી રાત્રે ખાવાની આદત હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક આદત છે. રાત્રે ભૂખ સંતોષવા માટે, લોકો ઘણીવાર બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાય છે. જેમકે પિઝા, બર્ગર, ઇન્સ્ટન્ટ ફૂડ, કૂકીઝ અથવા ચિપ્સ. આ ખોરાક ખાવાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ વિશે જાણો.

ખાવા-પીવાનો સમય નક્કી કરો
તમારા ખાવાનો સમય નક્કી હોવો જોઈએ. ખોટા સમયે ખાવા-પીવાથી તમારી બોડી ક્લોક ખરાબ થઈ શકે છે. જે મોડી રાત્રે ભૂખ લાગવાનું એક મોટું કારણ છે. આખા દિવસ દરમિયાન ખાવા-પીવા માટે એક નિશ્ચિત સમય હોવો જોઈએ અને રાત્રિભોજન અને રાત્રે સૂવાની વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખવું જોઈએ. આ દિનચર્યાને અનુસરવાથી તમને મોડી રાત્રે ભૂખ નહીં લાગે.

વાંચવા જેવું: જમ્યા પછી તરત સૂઈ જતાં લોકો ચેતજો! BP-ડાયાબિટીઝ, ગેસથી બચવું હોય તો કરો આ કામ

તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો
અળધી રાત્રે લાગતી ભૂખથી છુટકારો મેળવવા માટે તમારા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. તેનું કારણ એ છે કે તમારા પાચન તંત્રને પ્રોટીન પચાવવામાં સમય લાગે છે. જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે રાત્રે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બચી શકો છો.

રાત્રે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી અંતર રાખો
ઘણીવાર લોકો રાત્રે મોબાઈલ કે ટીવી જોતા જ કંઈક ખાવાનું શરૂ કરી દે છે. જો તમે પણ આવું કરો છો તો તમારે તેનાથી બચવાની જરૂર છે. જો તમે જમતી વખતે માત્ર ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે વધુ પડતું ખાવાનું ટાળી શકો છો. આને માઇન્ડફુલ ઇટિંગ કહેવામાં આવે છે. જેથી અળધી રાત્રે ભૂખ લાગતી નથી. 

ચાવવું અને ખાવું
વડીલો કહેતા આવ્યા છે કે ભોજન કરતી વખતે ઉતાવળ ન કરવી જોઈએ. ઘણા લોકો ઉતાવળમાં ભોજન કરી લે છે. જેના કારણે તેમની ભૂખ સંતોષાતી નથી. ધ્યાનમાં રાખો કે જમતી વખતે, ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ. તેનાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ