બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / The government submitted a report in the High Court regarding the Vadodara Harani boat accident

અમદાવાદ / હરણી બોટકાંડ કેસનો ગુજ.હાઈકોર્ટમાં સરકારી રિપોર્ટ રજૂ, ગંભીર નોંધ લેતા તાબડતોડ HCએ છોડ્યા આ આદેશ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે સરકાર દ્વારા હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં હરણી બોટ કાંડ બાદ રાજ્યમાં અન્ય ચાલતી બોટ સર્વિસનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં નિયમોનું પાલન ન કરતી હોય તેવી બોટ સેવા બંધ કરવામાં આવી છે.

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા છે.  હરણી બોટ દુર્ઘટના મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે, 40 જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી 21 બોટ બંધ કરવામાં આવી છે.  તેમજ સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. 

હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો
આ સમગ્ર મામલે સરકારે હાઈકોર્ટમાં સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે, તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ મૃતકોનાં પરિવારજનોને જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે જીલ્લા મેજીસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. તેમજ નિયમોનું પાલન ન થતું હોય તેવી રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટસ બંધ કરવામાં આવ્યા છે.  આ સમગ્ર બાબતે હાઈકોર્ટ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. તમામ બોટમાં લાઈફ જેકેટ તેમજ તરવૈયાઓ પણ હોવા જોઈએ. તેમજ તમામ બોટિંગ કરાવતી બોટોનું લાયસન્સ ફરજિયાત તેમજ દરેક પાસે તરવૈયા હોવા જોઈએ. સમગ્ર મામલે નિર્દોષ બાળકો અને શિક્ષકોનાં જીવ ગયા બાદ સરકારે પણ ગંભીરતા સમજી છે. 

વધુ વાંચોઃ દારુની હેરાફેરી કરતાં વાહનોની તાત્કાલિક હરાજી, ગુજરાત સરકાર દારુબંધીને આપશે 'ધાર', જાણો શું છે પ્લાન

સમગ્ર ઘટના શું હતી
વડોદરા શહેરમાં તા. 18 જાન્યુઆરીનાં રોજ વાઘોડિયા રોડ પર આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો હરણી તળાવ ખાતે બોટમાં બેસી ફરી રહ્યા હતા. તે દરમ્યાન હોડી પલ્ટી મારી જતા 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ