બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / The fun of Raftaar took away the lives of 9 innocent people, is there no value in life for the Nabiras who are drunk with money?

મહામંથન / રફ્તારની મજાએ છીનવી 9 નિર્દોષની જિંદગી, રૂપિયાના નશામાં છાકટા બનતા નબીરાઓ માટે જિંદગીની કોઈ કિંમત નથી?

Vishal Khamar

Last Updated: 09:30 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વાહનોની અવર જવરથી ધમધમતા એવા ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સવારથી જ ચર્ચામાં છે. ત્યારે પૈસાદાર બાપનો દિકરો બેદરકારીથી ગાડી ચલાવી લોકોનાં જીવ જોખમમાં મુકે તે કેટલું યોગ્ય છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પાસે થયેલ અકસ્માતનો મુદ્દો સમગ્ર શહેરમાં આખો દિવસ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યારે જે દુર્ઘટના બની તેમાં 9 જિંદગી મૃત્યુને ભેટી તેના દુખ કરતાએ ગોઝારા અકસ્માત પછીનો જે ઘટનાક્રમ બન્યો તે કદાચ વધુ દુખદ અને સમાજને વહેલી તકે જાગી જવાના સંકેત આપવા માટે પૂરતો છે. જે ઘટનાઓ બનતી ગઈ એ સમાજને દરેક સ્તરે શરમમાં મુકતી હતી. કરોડપતિ બાપનો દિકરો કેફેમાં કોફી પીને રાતના પોણા એક વાગ્યાની આસપાસ છાકટો બનીને જેગુઆર કાર 160ની સ્પીડે ચલાવે છે. એવા સમયે અગાઉ થયેલા અકસ્માતને જોવા એક ટોળુ ઉભુ હોય છે પણ આ નબીરાને તો જાણે કે કંઈ પડી જ નથી અને પૂરપાટ ઝડપે આવતી કાર કંઈ પણ જોયા વગર હંકારી મુકે છે. જોતજોતામાં લોહીના ખાબોચીયા અને ચીસાચીસથી આખો ઈસ્કોન બ્રિજ ગાજી ઉઠે છે, અને 9 જિંદગી હતી ન હતી થઈ જાય છે.. હવે શરમની એક પછી એક હદ વટાવવાની ઘટનાને સમજો. એ નબીરાનો બાપ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તેની સામે પણ અનેક કેસ થયેલા છે.

  • ઈસ્કોન બ્રિજ ઉપર જીવલેણ રફતારે 9 જિંદગીનો ભોગ લીધો
  • તેજ રફતારથી આવતી જેગુઆર કારે 9 લોકોને કચડી નાંખ્યા
  • કરોડપતિ નબીરો બેફામ ઝડપે કાર હંકારી રહ્યો હતો

મીડિયા જયારે ફરજના ભાગરૂપે સવાલ પૂછે છે ત્યારે જેમ ફાવે તેમ તેના દિકરાનો બચાવ કરે છે. આવ નબીરાઓને બચાવવા વકીલ પણ જાણે કે તૈયાર જ હતા અને તેણે શરમજનક નિવેદન કર્યુ કે જે લોકો અકસ્માત પછી બ્રિજ ઉપર તેને જોવા ઉભા રહ્યા તેમની જ ભૂલ હતી. આ નિવેદનની નોંધ ખુદ ગૃહરાજ્યમંત્રીએ પણ લીધી અને જાહેરમાં સ્વીકાર્યુ કે આ નિવેદન એક વકીલ પાસેથી સ્વીકાર્ય નથી. છેલ્લે બાકી રહી જતું હોય એમ બાપ-દિકરા સામે FIR થાય છે અને જયારે પિતાને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે તો કોઈ મહેમાન આવ્યા હોય તેમ આરોપીના પિતાને ખુરશી આપવામાં આવે છે અને પોલીસ પણ જાણે કે પ્રજ્ઞેશના ખિસ્સામાં હોય તેમ ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવીને તે બેસી જાય છે. સમય જતા ભાન થાય છે કે અહીં તો મીડિયા હાજર છે એટલે ડાહ્યોડમરો થઈને તે ઉભો થઈ જાય છે. 9 જિંદગી છીનવી લીધા બાદ અને શરમની એક પછી એક હદ વટાવ્યા બાદ આજે અમે સમગ્ર સમાજને સવાલ કરવા માંગીએ છીએ કે આખરે એક જિંદગીની કિંમત શું છે.

  • વધુ ધૃણા ત્યારે જાગે જ્યારે જવાબદારો લાજવાને બદલે ગાજે છે
  • અકસ્માત કરનારના પરિવારજનનું વર્તન એવું હતું કે જાણે કંઈ બન્યું જ નથી
  • આરોપી તથ્યના પિતા ખુલ્લેઆમ દીકરાનો બચાવ કરી રહ્યા હતા

ઈસ્કોન બ્રિજ ઉપર જીવલેણ રફતારે 9 જિંદગીનો ભોગ લીધો છે.  તેજ રફતારથી આવતી જેગુઆર કારે 9 લોકોને કચડી નાંખ્યા.  કરોડપતિ નબીરો બેફામ ઝડપે કાર હંકારી રહ્યો હતો. વધુ ધૃણા ત્યારે જાગે જ્યારે જવાબદારો લાજવાને બદલે ગાજે છે. અકસ્માત કરનારના પરિવારજનનું વર્તન એવું હતું કે જાણે કંઈ બન્યું જ નથી. આરોપી તથ્યના પિતા ખુલ્લેઆમ દીકરાનો બચાવ કરી રહ્યા હતા. એવો આક્ષેપ છે કે આરોપીના પિતા પોલીસ સામે દાદાગીરી કરીને સ્થળેથી દીકરાને લઈ ગયા. આરોપી તથ્યના વકીલે પણ લૂલો બચાવ કર્યો કે 160 કિ.મી.ની સ્પીડ હતી જ નહીં. આરોપીના વકીલ એવુ પણ કહે છે કે વીડિયોથી સ્પીડ નક્કી ન થાય! તથ્યને કારણે જે 9 જિંદગી કચડાઈ તે કિસ્સો સામાજિક દ્રષ્ટિએ પણ ઘાતક છે. 

  • 9 લોકોને કચડી નાંખ્યા છતા તથ્યના પિતાને જાણે કે પસ્તાવો નહતો
  • તથ્યના પિતા લાજ-શરમ વગર તથ્યનો બચાવ કરી રહ્યા હતા
  • તથ્યના પિતાએ કાર ઓવરસ્પીડમાં હોવાનો ઈન્કાર કર્યો

જો પિતાનું આવું વર્તન તો સંતાન શું શીખશે?
9 લોકોને કચડી નાંખ્યા છતા તથ્યના પિતાને જાણે કે પસ્તાવો ન હતો.  તથ્યના પિતા લાજ-શરમ વગર તથ્યનો બચાવ કરી રહ્યા હતા. તથ્યના પિતાએ કાર ઓવરસ્પીડમાં હોવાનો ઈન્કાર કર્યો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કાર બેફામ ઝડપે આવી રહી હતી. સંતાનના ગંભીર ગુના ઉપર પિતા જ ઢાંકપીછોડો કરે તો સંતાન શું શીખે?

ઝડપની મજાએ જિંદગી છીનવી લીધી

ધર્મેન્દ્રસિંહ પરમાર
નિલેશ ખટીક
અમીર કચ્છી
નિરવ રામાનુજ
રોનક વિહલપરા

અરમાન વઢવાણિયા

અક્ષર પટેલ
કુણાલ કોડિયા

જસવંતસિંહ ચૌહાણ

  • જેગુઆર કારથી 9ને કચડી નાંખનારા તથ્યના પિતાના પણ કાળા કરતૂત
  • સૌરાષ્ટ્રમાં યુવતી ઉપર ગેંગરેપનો આરોપ
  • યુવતી પાસેથી 30 હજાર રૂપિયા પડાવ્યા હતા 

તથ્યના પિતાની ક્રાઈમકુંડળી
જેગુઆર કારથી 9ને કચડી નાંખનારા તથ્યના પિતાના પણ કાળા કરતૂત છે.  સૌરાષ્ટ્રમાં યુવતી ઉપર ગેંગરેપનો આરોપ છે.  યુવતી પાસેથી 30 હજાર રૂપિયા પડાવ્યા હતા. પ્રજ્ઞેશ પટેલે યુવતીને MD ડ્રગ્સનો નશા કરાવ્યો હતો. અમદાવાદના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયા છે. સોલામાં 2 જયારે શાહપુર, રાણીપમાં પ્રજ્ઞેશ સામે 1 ગુનો નોંધાયો. ક્રાઈમબ્રાંચ, મહિલા ક્રાઈમબ્રાંચમાં પ્રજ્ઞેશ સામે ગુનો નોંધાયો છે.  મહેસાણામાં 1 ફરિયાદ જયારે ડાંગમાં 1 નોન કોગ્નિઝેબલ ફરિયાદ પણ નોંધાયેલ છે.  

  • આરોપી તથ્યના વકીલે પણ શરમજનક વાત કરી
  • આરોપીનો વકીલ નિસર વૈદ્ય કંઈ જ બન્યું ન હોય તેમ વર્તી રહ્યો હતો
  • વકીલે પણ કહ્યું કે કારની સ્પીડ 160ની હતી જ નહીં
  • બીજી તરફ FSL રિપોર્ટમાં સાબિત થયું કે કારની સ્પીડ 160 કિ.મી.ની હતી

વકીલની સંવેદના પણ મરી પરવારી!
આરોપી તથ્યના વકીલે પણ શરમજનક વાત કરી છે.  આરોપીનો વકીલ નિસર વૈદ્ય કંઈ જ બન્યું ન હોય તેમ વર્તી રહ્યો હતો.  વકીલે પણ કહ્યું કે કારની સ્પીડ 160ની હતી જ નહીં. તો બીજી તરફ FSL રિપોર્ટમાં સાબિત થયું કે કારની સ્પીડ 160 કિ.મી. હતી.  વકીલે માનવતા નેવે મુકી હોય તેમ નિવેદન આપ્યું કે બ્રિજ ઉપર હાજર લોકોની ભૂલ હતી.  વકીલે એવું કહ્યું કે અકસ્માત જોવા ટોળા કેમ વળ્યા હતા?. વકીલ નિસર વૈદ્યએ કહ્યું કે કોઈ અકસ્માતના ઈરાદાથી ઘરેથી નિકળતા નથી.  વકીલે લૂલો બચાવ કર્યો કે પહેલા જે અકસ્માત થયો ત્યાં બેરિયર મુક્યું ન હતું. 

જીવલેણ અકસ્માતે અનેક સવાલ છોડ્યા

  • કાર તથ્યના પિતાના ભાગીદારની હતી, તો તથ્ય કેમ ચલાવતો હતો?
  • લક્ઝુરિયસ કાર આવા બેજવાબદાર નબીરાને કેમ ચલાવવા આપી?
  • એસ.જી.હાઈવે ઉપર અત્યાર સુધી CCTV કેમ ન લાગ્યા?
  • CCTV ઈન્સ્ટોલેશનની જવાબદારી કોની?
  • અનેક જિંદગી કચડાયા પછી AMC જાગે તેનો શું અર્થ?
  • મોજશોખ માટે રેસિંગની ઝડપે કાર ચલાવવાનો ખતરનાક ટ્રેન્ડ ક્યારે અટકશે?
  • ઝડપની મજાથી કેટલીય જિંદગીઓ બરબાદ થઈ છતા આ સિલસિલો કેમ નથી અટકતો?
  • ધનિક વાલી પોતાના છાકટા સંતાનોને કેમ છાવરે છે?
  • આવા ગંભીર અપરાધમાં બચાવ થતો રહેશે તો યુવાપેઢી શું શીખશે?
  • ગંભીર ગુનાની સજા નહીં થાય તો સમાજનો દરેક વર્ગ બેફામ નહીં બની જાય?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ