બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The family kicked the woman out of the house at night in the first choice bungalow in Bopal, Ahmedabad

ઘરકંકાસ / VIDEO: 'એ સાંભળો દીકરી સાથે છે મહેરબાની કરી દરવાજો ખોલો, અડધી રાત્રે કયા જવું' અમદાવાદની મહિલાની આપવીતી

Vishnu

Last Updated: 05:03 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના 15 વર્ષ બાદ સાસરિયા સાથે મહિલાની થોડી ઘણી રકઝક થતાં પીડિતાને ઘરની બહાર કાઢી મુકાઈ, બારણું ખખડાવ્યું તો સામે જવાબ આવ્યો વકીલે ઘરમાં ન ઘૂસવા દેવાનું કહ્યું છે.

  • મહિલા સાથે આવો અન્યાય?
  • 15 વર્ષના લગ્નજીવન પછી વિવાદ 
  • ઘરના સભ્યોએ મહિલાને કાઢી બહાર

અમદાવાદના સુખી સંપન્ન પરિવારની વરવી વાસ્તવિકતા સામે આવી છે. બોપાલના ફર્સ્ટ ચોઇસ બંગ્લોમાં પરિવારે પરીણિતાને રાત્રે 1 વાગ્યે દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. જે બાદ પીડિત મહિલાએ પોતાના ઘરનો દરવાજો ખૂલવા ન જાણે કેટલી આજીજી કરી પણ દિલ પર પથ્થર રાખીને બેઠેલા પતિ સાસુ, સસરા સહિતના સાસરિયાંઓ એક ન સાંભળી અને આખીય રાત મહિલા રાત્રિના અંધકારમાં નાની દીકરી સાથે ઠંડીમાં સોસાયટીમાં બેસી રહી.

15 વર્ષના લગ્ન જીવન બાદ રાત્રે શું થયું?
હે કુદરત તારી કઠણાઈ..! 15 વર્ષ લગ્ન જીવનને થયા, ઘર પણ ગર્ભ શ્રીમત પણ ઘર કકળાટે મહિલાનું જીવન ધૂળ ઘાણી કરી નાખ્યું.  બોપાલના ફર્સ્ટ ચોઇસ બંગ્લોમાં બનેલા આ બનાવે સૌ કોઈને ચોંકાવી દીધા છે. રાત્રે પતિ સાથે થયેલા ઝઘડા બાદ મહિલાને નાની દીકરી સાથે 1 વાગ્યાના સુમારે બહાર કાઢી દરવાજો બંધ કરી દેવાય છે. નાની દીકરીને ફોન હાથમાં પકડાવી મહિલા સાસરિયાઓને આજીજી કરી રહી છે દરવાજો ખોલો હું રાત્રે કયા જવું.. દરવાજો ખોલો હું રાત્રે કયા જવું પણ પતિએ એકન સાંભળી છેલ્લે મહિલાએ પોતાની દીકરીનું નામ લઈ તેના દાદાને કહ્યું કે મહેરબાની કરી દીકરી માટે દરવાજો ખોલો પણ અંદરથી એક જ અવાજ આવતો દરવાજો નહી ખૂલે પિતાના ઘરે જતી રહે, દરવાજો નહી ખૂલે મારા વકીલે ના પાડી છે.

આખરે દરવાજો મહિલા માટે જાણે હમેશાં માટે બંધ કરી દેવાયો હોય તેમ પીડિતા કંટાળી દીકરી સાથે સોસાયટીમાં બહાર આખીય રાત ગુજારી, ત્રાસ આપતા સાસરિયાઓને ન મહિલાની પડી હતી ન દીકરીની આખરે મહિલાએ બીજો વીડિયો ઉતાર્યો અને પોતાના પર વીતેલી આપવીતી કહી સાંભળો...

મહીલાને ન્યાય મળશે ખરો?
ઘરમાં ઝઘડા બાદ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા છતાં યોગ્ય મદદ ન મળી, જે બાદ મહિલાએ પોલીસને ફોન કરી બોલાવી હતી. પોલીસ ગયા બાદ મહિલાને ઘરમાંથી કાઢી મુકાઇ અને પોતાના પિયર જવાનું કહી દેવાયું. પણ કેમ? અડધી રાત્રે સામાન્ય ઝઘડામાં મહિલાને 15 વર્ષ લગ્નને થયા હોવા છતાં પણ 1 વાગ્યે બહાર કાઢી મુકાય અને એ પણ એક નાની દીકરી સાથે..! એ દીકરી શું વિચારતી હશે એ માં પર શું ગુજરતી હશે કોઈને નથી પડી સોસાયટીના તમામ ઘર બંધ હતા બસ કોઈએ આશરો આપવા પણ હાથ ન લબાવ્યો કે જવાદો આજે અહિયાં દીકરી સાથે સૂઈ જાવો કાલે જજો..સાસરિયાં વાળા વકીલના નામને આગળ ધરી બહાર કાઢી મૂકી હોવાનું કહી રહ્યો છે જો તે વાતમાં સત્યતા છે તો વકીલે આપેલી શિખામણ પ્રમાણે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. હાલ તો દીકરી સાથે મહિલા પોતાના પિયર જવા નીકળી છે. પોલીસ ફરિયાદ પણ કરવાની વાત કહી રહી છે. મોટો સવાલ એક જ છે સાસરિયાંઓના ત્રાસથી ન જાણે આવી રીતે તો કેટલીય મહિલાઑ પીડાતી હશે. પતિ સહિત સાસુ સસરા સામે પણ તેમણે કરેલા કારનામા બદલ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી છે તો જ કહી શકીશું કે ગુજરાતમાં દીકરીની સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ